GSTV
India News ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી ફરી સંસદીય દળના નેતા બન્યા, કોંગ્રેસની બેઠકમાં લેવાયો નિર્ણય

લોકસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસની સંસદીય દળની બેઠક આજે મળી. આ બેઠકમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાસંદ હાજર રહ્યા હતા. બેઠકમાં સસંદીય દળના નેતાની પસંદગી કરવાની હતા અને તેમાં સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા તરીકે પંદ કરવામાં આવ્યા છે.

આ બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં મળી જેમા રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહનસિંહ હાજર રહ્યા અને બેઠકમાં સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવવામાં આવી. આ બેઠકની આગેવાની સોનિયા ગાંધીએ કરી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ દેશના ૧૩ કરોડ મતદારોનો આભાર માન્યો જેમણે કોંગ્રેસ પર વિશ્વાસ મુક્યો.

જ્યારે રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, આપણે સંસદમાં આક્રમક બની રહેવાનુ છે અને કોંગ્રેસના ૫૨ સાંસદો  ઈંચ-ઈંચની લડાઈ લડશે આ બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં મળી હતી. જેમા સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવવામાં આવશે. આ પહેલા ૨૫મી મેના રોજ કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક મળી હતી. જેમા કોંગ્રેસની હાર અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મંથન કર્યુ હતુ.

રાહુલ ગાંધીએ શું કહ્યુ ?

  • આપણે આક્રમક બની રહેવાનું છે
  • ૫૨ સાંસદો ઈંચ-ઈંચની લડાઈ લડશે
  • બંધારણની રક્ષા માટે આપણી લડાઈ
  • ભેદભાવ વગર આપણી લડાઈ શરૂ રહેશે

સોનિયા ગાંધીએ શું કહ્યુ ?

  • દેશના ૧૩ કરોડ મતદારોનો આભાર
  • મતદારોએ કોંગ્રેસ પર વિશ્વાસ મુક્યો
  • રાહુલ ગાંધી દૂરંદેશી નેતા
  • રાહુલ આક્રમકતાથી ચૂંટણી લડ્‌યા

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. અને માત્ર ૫૨ બેઠક મળી છે. જે બાદ કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થયો છે.

Read Also

Related posts

જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ

Zainul Ansari

કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર

Hardik Hingu

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu
GSTV