GSTV

સોનિયા અને રાહુલ ટૂંક સમયમાં ભારતના નાગરિક નહીં રહે, ફાઈલ અમિત શાહના ટેબલ પર છે

ભાજપના સાંસદ અને ગાંધી પરિવારના ઘોર વિરોધી ગણાતા સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક સ્ફોટક નિવેદન આપ્યુ છે. સ્વામીનુ કહેવુ છે કે, કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની નાગરિકતા બહુ જલ્દી જતી રહેવાની છે. હૈદ્રાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતું કે, આ માટેની ફાઈલ અમિત શાહના ટેબલ પર છે. અને બહુ જલ્દી તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે.

ભારતીય હોવા છતાં અન્ય દેશની નાગરિકતા !

તેમણે એક અંગ્રેજી અખબારના અહેવાલને ટાંકીને કહ્યુ હતુ કે, જે લોકો ભારતીય હોવા છતાં બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે તેમની ભારતીય નાગરિકતા આપોઆપ ખતમ થઈ જવાની છે. રાહુલ ગાંધીએ બ્રિટનમાં બિઝનેસ શરૂ કરવા માટે બ્રિટિશ નાગરિકતા મેળવી હતી. જોકે રાહુલ ગાંધી પોતાની ભારતીય નાગરિકતા ગુમાવ્યા બાદ પણ નવેસરથી ભારતની નાગરિકતા માટે એપ્લાય કરી શકશે. કારણકે તેમના પિતા રાજીવ ગાંધી ભારતીય હતા. જોકે તેઓ પોતાની માતા સોનિયા ગાંધીના નામે નાગરિકતા માટે આવેદન નહી કરી શકે. કારણ કે તેઓ મૂળે ભારતીય નાગરિક નથી.

CAAનો વિરોધ કરનારાઓએ અભ્યાસ કર્યો જ નથી

તેમણે સીએએ અંગે નિવેદન આપતા ઉમેર્યું હતું કે, આ કાયદાનો વિરોધ કરનારાઓએ પોતે જ તેનો અભ્યાસ કર્યો નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોને પણ નાગરિકતા માટે તેમાં ગણવામાં આવે તે તર્ક હાસ્યાસ્પદ છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની લઘુમતીઓ પાસે ધાર્મિક અત્યાચારથી બચવા માટે એક માત્ર વિકલ્પ ભારત છે.

નિવેદનોના કારણે સ્વામી હંમેશાં રહે છે ચર્ચામાં

મહત્વનું છે કે સુબ્રમણ્ય સ્વામી છેલ્લા કેટલાય સમયથી સ્ફોટક નિવેદનો આપી ન માત્ર વિરોધ પક્ષ પણ પોતાની સરકારની પણ ઉંઘ હરામ કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ તેમણે એક નિવેદન આપ્યું હતું કે, GST લાવવું એ ગાંડપણ હતું. જેના કારણે ભાજપની સરકાર પર માછલા ધોવાય હતા. તો થોડા સમય પહેલા મંદી પર હાસ્યાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, લક્ષ્મીજીનો નોટમાં ફોટો હોવો જોઈએ જેથી મંદીને ભગાવી શકાય.

READ ALSO

Related posts

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!