દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ છેલ્લા 2 મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે વિવિધ રીતે વિરોધ પ્રદર્શિત કરતા પ્રદર્શનકારીઓએ હવે પીએમ મોદીને ધરણાં સ્થળ પર આવીને તેમની સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા માટે આમંત્રણ આપ્યું છે. ગત સાંજથી જ અહીં મોદી તુમ કબ આઓગેનું ગીત ગાવામાં આવી રહ્યું છે.

યુવકો તરફથી મોદી માટે સ્ટેજ પર એક ગિફ્ટ તરીકે મોટું ટેડિબિયર પણ રાખવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે પીએમ મોદીને અહીં બોલાવવા માટે આ બધુ સજાવવામાં આવ્યું છે. પ્રદર્શન સ્થળ પર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે અને તેને સોશિયલ મીડિયા ઉપર પણ દર્શાવવામાં આવ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદી પ્લીઝ શાહીન બાગ આવો.


તમારી ગિફ્ટ સ્વીકારો અને અમારી સાથે વાત કરો. આજે પુલવામા હુમલાની પહેલી વરસી છે અને દેશવાસીઓ શહીદોના બલિદાનને યાદ કરી રહ્યા છે… ત્યારે શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ પણ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….