GSTV
Home » News » સોનગઢ પાલીતાણા હાઈવેના મોખડકા ગામનું સાંકડું નાળું જર્જરિત હાલતમાં, તંત્ર નિરશ

સોનગઢ પાલીતાણા હાઈવેના મોખડકા ગામનું સાંકડું નાળું જર્જરિત હાલતમાં, તંત્ર નિરશ

સોનગઢ પાલીતાણા હાઈવે પર મોખડકા ગામે આવેલ સાંકડું નાળું મોટી જાનહાનીની રાહમાં હોય તેવી જર્જરિત બની ગયું છે. તાજેતરમાં જ રંઘોળા નજીક સાંકડા નાળાના કારણે 40 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. છતાં પણ તંત્ર હજુ બીજી કોઈ મોટી જાનહાનીની રાહમાં હોય તેમ લાગે છે.

પાણીતાણાના મોખડકા ગામનો પુલ જર્જરિત હાલતમાં થઇ ગયો છે. આ પુલ પરથી દેશ વિદેશના હજારો પ્રવાસીઓ પાલીતાણા જવા માટે પસાર થતા હોય છે. ધીમી ગતિએ ચાલતા હોવા છતાં પણ ચાલુ વાહને પુલ ધ્રુજારી લેતો જોવા મળે છે. આ જર્જરિત પુલનું રીપેરીંગ કરી બીજા રસ્તાઓની જેમ ફોર ટ્રેક બનાવવાની માંગ ઉઠી છે.

ગત ચોમાસામાં નાળામાં મોટું ગાબડું પડતા પુલ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ચોમાસું શરુ થઇ ગયું હોવા છતાં પણ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. પુલ નજીક કોઈ વોર્નિંગ બોર્ડ પણ મુકવામાં આવ્યા નથી.

ભાવનગરમાં બે બે સાંસદ સભ્યો, બે-બે મંત્રીઓ તેમજ યાત્રાધામના મંત્રી વિભાવરીબેન, ભાવનગર જીલ્લાના કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી મનસુખ માંડવીયા કે જેમનું વતન જ પાલીતાણા છે. તેઓનું વારંવાર આ રોડ પર આવનજાવન રહેતું હોય છે. તેમ છતાં પણ જર્જરિત પુલની હાલત તેઓને દેખાતો નથી.

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!