GSTV
Gujarat Government Advertisement

સોનભદ્ર જિલ્લામાં થયેલી હત્યા મામલે યોગી આદિત્યનાથે કોંગ્રેસને જવાબદાર ઠેરવી

Last Updated on July 19, 2019 by Mayur

ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં 10 લોકોની જધન્ય હત્યા મામલામાં ઉત્તરપ્રદેશની રાજનીતિ ગરમાઈ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ સમગ્ર વિવાદ માટે કોંગ્રેસ સરકારને જવાબદાર ગણાવી. તેમણે કહ્યું કે 1955થી 1989 સુધીના કોંગ્રેસના શાસનકાળ દરમિયાન વનવાસીઓની જમીનને એક સોસાયટીના નામે કરી દેવાઈ હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે આ મામલે ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવાઈ છે. જે 10 દિવસમાં તેમનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે.

પોલીસે પ્રિયંકા ગાંધીની કરી અટકાયત

ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુરમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી. સોનભદ્ર જિલ્લામાં થયેલા હત્યાકાંડના પીડિતોને મળવા જતાં સમયે તેમની અટકાયત થઈ. તો બીજી બાજુ યુપીના ડીજીપીએ કહ્યું કે પ્રિયંકાની અટકાયત કરાઈ નથી. માત્ર તેમને રોકવામાં આવ્યા હતા. અને તેમને ચુનાર ગેસ્ટહાઉસ લવાયા.

કલમ 144 લાગુ કરાઈ

યુપીના સોનભદ્ર જિલ્લામાં 17 જુલાઈએ જમીન વિવાદમાં થયેલા ફાયરિંગમાં 10 લોકોની હત્યા થઈ હતી. સોનભદ્રમાં સ્થિતિને જોતાં કલમ 144 લાગુ કરાઈ છે. કોંગ્રેસના મહાસચિવ યુપી કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી સોનભદ્ર જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમના કાફલાને રોકી દીધો મિર્ઝાપુરમાં નારાયણપુર ચોકી પાસે પોલીસે પ્રિયંકાનો કાફલો રોકી દીધો. જેને પગલે પ્રિયંકા ગાંધી રોડ પર જ ઘરણા પર બેસી ગયા. જ્યાં તેમની અટકાયત કરાઈ હતી. અને તેમને ચુનાર ગેસ્ટહાઉસ લઈ જવાયા હતા.

શું કહ્યું પ્રિયંકાએ ?

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ કોઈપણ ભોગે પીડિતોને મળીને જ રહીશે. આ પહેલા તેઓ પીડિત પરિવારને મળવા વારાણસીમાં બીએચયુ ટ્રોમા સેન્ટર હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હત્યાકાંડમાં ઘાયલ થયેલા લોકોની સાથે મુલાકાત કરી. અને ટ્રોમા સેન્ટરથી તેઓ સોનભદ્ર જવા રવાના થયા ત્યારે તેમનો રસ્તામાં તેમનો કાફલો રોકી દેવાયો હતો. ત્યારે પ્રિયંકા ગાંધીએ સવાલો કર્યા કે મારે પીડિત પરિવારને મળવું છે તો મને કેમ જવા દેવામાં આવતી નથી ? મને આદેશ બતાવીને કેમ રોકવામાં આવી ? શું પ્રશાસન પાસે સોનભદ્ર ન જવાનો ઓર્ડર છે ? મને રોકવાનું કાયદાકીય કારણ જણાવવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!