GSTV
Gujarat Government Advertisement

સરકારનું પુરુ થયું સપનુ, સોનભદ્રમાંથી નીકળેલું સોનું આ રીતે બદલી નાખશે ભારતીય અર્થતંત્રનો ચહેરો

Last Updated on February 22, 2020 by Arohi

સોનાનો ભંડાર મળવાના કારણે ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો અચાનક જ ચર્ચામાં આવી ગયો. આ જિલ્લાના ગામડાંઓના વિસ્તારમાં 3 હજાર ટનથી વધુ સોનાનું મળ્યું છે. જેની પુષ્ટિ પણ થઈ ગઈ છે. એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે આ ભંડારાથી દેશની ઈકોનોમીની દશા અને દિશા બદલી શકે છે. આવો જાણીએ કે ભારતીય ઈકોનોમીને તેનાથી કેટલો ફાયદો થશે. સોનભદ્રના સોનાથી ભારતનું રિઝર્વ 5 ગણું વધી જશે. હકીકતે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ જણાવે છે કે હાલના સમયમાં ભારતની પાસે લગભગ 626 ટન સોનાનો ભંડાર છે. ત્યાં જ સોનભદ્ર જિલ્લામાં મળેલ સોનું તેનાથી લગભગ 5 ગણુ વધારે છે.

ભારત આ મામલે ટોપ-3 દેશોમાં થઈ શકે છે સામેલ

હવે માનવામાં આવી રહ્યું છે કે સોનાના રિઝર્વને લઈને ભારત દુનિયાના ટોપ-3 દેશોમાં શામેલ થઈ શકે છે. સોનભદ્રમાં સોનાના ભંડારનો એક આયાત પર જોવા મળી શકે છે. આ વાતની સંભાવના છે કે આવનાર સમયમાં ભારત સોનાની આયાત ઓછી કરી દે. હકીકતે ભારત દુનિયામાં સોનાની સૌથી વધુ આવક કરે છે. ભારતમાં મુખ્યત્વે સોનાના ઘરેણાંની માંગ પુરી કરવા માટે સોનાની આયાત કરવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર દેશની વાર્ષિક સોનાની આયાત 800-900 ટન છે. ત્યાં જ મુલ્યના આધાર પર દેશની ગોલ્ડ આયાત લગભગ 33 અરબ ડોલર છે.

રાજકોષીય ઘાટામાં આ રીતે થશે સુધારો

આયાત ઓછી થવાનો મતલબ છે કે વ્યાપાર ઘાટામાં પણ દેશને રાહત મળશે. હકીકતે, 2019-20ના એપ્રિલ-નવેમ્બરમાં સોનાની આયાતમાં કપાતથી વ્યાપાર ઘાટો પણ ઓછો થયો અને તે 106.84 અરબ ડોલર પર રહ્યો. એક વર્ષ પહેલા આ સમયગાળામાં વ્યાપાર ઘાટો 133.74 અરબ ડોલર પર હતો. જાહેર છે કે વ્યાપાર ઘાટાના કામ હોવાથી દેશના સરકારી ખજાનામાં પૈસાની બચત થશે અને રાજકોષીય ઘાટામાં સુધારો થશે. અહીં જણાવી દઈએ કે મોદી સરકાર સતત ત્રીજા વર્ષે રાજકોષીય ઘાટાનું લક્ષ્ય હાસિલ નથી કરી શકી.

નાણાંકીય વર્ષ માટે રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાનું અનુમાન

ચાલુ નાણાંકીય વર્ષમાં વધીને ઘરેલુ ઉત્પાદનના 3.8 ટકા થવાનો અનુમાન છે. જેના પહેલા તેની 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. આવતા નાણાંકીય વર્ષ માટે રાજકોષીય ખાધ 3.5 ટકા રહેવાનું અનુમાન છે. રાજકોષીય નુકશાન સરકારની આવક અને વ્યયના અંતરને દર્શાવે છે. તેનો મતલબ છે કે સરકારની પાસે જે સાધન છે તે તેનાથી વધુ ખર્ચ કરી રહી છે. રાજકોષીય ખાધમાં ઘટાડાની અસર એવી જ થશે જે તમારી કમાણીના મુકાબલામાં ખર્ચ ઓછી થવા પર થાય છે. ખર્ચ વધવાની સ્થિતિમાં આપણે પોતાની જરૂરીયાતોને પુરી કરવા માટે દેવું લઈએ છીએ.

જીડીપી ગ્રોથ રેટ 5 ટકા પર રહેવાનો અનુમાન

જણાવી દઈએ કે સરકાર આવતા નાણાકીય વર્ષમાં બજારમાંથી 5.36 લાખ કરોડ રૂપિયાનું દેવુ લેશે. ત્યાં જ ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના માર્ચ સુધી 4.99 લાખ કરોડ રૂપિયા દેવુ એકઠા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમયમાં દેશની જીડીપી ગ્રોથ રેટમાં સુધારો થશે. ચાલુ નાણાંકીય વર્ષમાં દેશની જીડીપી ગ્રોથ રેટ 5 ટકા પર રહેવાનો અનુમાન છે. આટલું જ નહીં નાણાંકીય વર્ષમાં 6થી 6.5 ટકા ગ્રોથનું અનુમાન જણાવવામાં આવી રહ્યું છે. જો જીડીપી ગ્રોથ રેટમાં સુધારો થાય છે તો મોદી સરકારના 2025 સુધી 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનું સપનું પણ પુરૂ થઈ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!