GSTV

ડ્રગ્સના મામલે બોલિવૂડમાં બેવડું ધોરણ, રિયાના સમર્થનમાં 2500 લોકોએ પત્ર લખ્યો

રિયા

સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવાની લડત બોલિવૂડમાં હવે આંતરિક યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. આ યુદ્ધમાં હવે બોલિવૂડના ગદ્દારોને શોધવામાં આવી રહ્યા છે. હિટ અને ફ્લોપના આધારે આ લડાઈ લડવામાં આવી રહી છે. પણ તેમાં સુશાંતનો મામલો પાછળ રહી ગયો છે. ડ્રગ્સની વાત પાછળ રહી ગઈ છે, સુશાંતના મામલે બોલિવૂડના કેટલાક સ્ટાર્સ કેમ મૌન હતા તે વાત પણ પાછળ રહી ગઈ છે. કોણ નથી ઇચ્છતું કે બોલિવૂડ ડ્રગ્સમુક્ત હોય, ડ્રગ્સ અને રિયાના મામલે બોલિવૂડમાં ભાગલા પડી ગયા છે.

જયા બચ્ચને કંગના સામે લગાવ્યા આ આરોપ

આ સવાલ એટલા માટે કેમ કે સૌપ્રથમ તો જયા બચ્ચને કંગના સામે આરોપ લગાવ્યો અને હવે ડ્રગ્સના નામે બોલિવૂડને બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે તેવા આક્ષેપ સાથે ઇન્ડસ્ટ્રીના લગભગ 2500 લોકોએ હસ્તાક્ષર કરીને આ બાબતને સમર્થન આપ્યું છે. તેમનું કહેવું છે કે ડ્રગ્સના નામે બોલિવૂડને બદનામ કરાઈ રહ્યું છે.

બોલિવૂડમાં ડ્રગ્સના પાતાલ લોકની તમામ કડીનો ખુલાસો થઈ રહ્યો છે. તેનાથી તે તમામ લોકો પરેશાન છે જેઓ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સ કનેક્શનને એક રહસ્ય જ બનાવી રાખવા માગે છે. કેટલાક ફિલ્મી સ્ટાર્સે રિયાના કેસમાં મીડિયા કવરેજને લઈને પણ પત્ર લખ્યો છે. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે મીડિયાએ સમાચારની પાછળ દોડવું જોઇએ કોઈ મહિલાની પાછળ નહીં. પણ અહીં સવાલ એ છે કે આ પત્ર લખનાર ડ્રગ્સ કેસમાં રિયાના કનેક્શનને નજર અંદાજ શા માટે કરે છે.

સોનમ-અનુરાગ કશ્યપ સહિત 2500 લોકોએ લખ્યો પત્ર

બોલિવૂડ ડ્રગ્સ ગેંગ, સુશાંત અને રિયાને લઈને બેવડું ધોરણ અપનાવનારા બોલિવૂડના કેટલાક બુદ્ધિજીવીઓએ મીડિયાને સંબોધન કરીને એક પત્ર લખ્યો છે. તેમાં હસ્તાક્ષર કરનારાઓમાં સોનમ કપૂર, અનુરાગ કશ્યપ, શિવાની દાંડેકર, ઝોયા અખ્તર સહિત 2500 લોકો છે.

રિયા સ્વતંત્ર વિચાર ધરાવતી મહિલા છે તો મીડિયા તેના ચરિત્ર પર સવાલ કરે છે. સલમાન અને સંજય દત્ત વખતે તો મીડિયાનું વલણ નરમ હતું પરંતુ રિયાના કેસમાં આવું નથી. કોઈ પણ મહિલાનું ચરિત્રહનન કરવું આસાન છે. સાચી વાતો જાહેર કરવી મુશ્કેલ છે. વિષકન્યા અને ડાકણ જેવા શબ્દોએ ડિપ્રેશન જેવા શબ્દોને પાછળ રાખી દીધો છે. મીડિયા સમાચારની પાછળ નહીં પણ મહિલા પાછળ દોડે છે.

Read Also

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!