Last Updated on February 21, 2021 by Pravin Makwana
લદ્દાખની ગલવાન વેલીમાંથી એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. સેનાના જવાનોને ભવિષ્યમાં ઠંડીથી કોઈ મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે સોનમ વાંગચુકે ખાસ પ્રકારના મિલિટ્રી ટેન્ટ તૈયાર કર્યાં છે. વાંગચુકે સેનાના જવાનો માટે એવા ટેન્ટ બનાવ્યા છે જેનું તાપમાન હંમેશા 15થી 20 ડિગ્રી સેલ્સિયસ જળવાઈ રહેશે. બહાર ભલે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હોય પણ ટેન્ટમાં તાપમાન 15થી 20 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે.
SOLAR HEATED MILITARY TENT
— Sonam Wangchuk (@Wangchuk66) February 19, 2021
for #indianarmy at #galwanvalley
+15 C at 10pm now.
Min outside last night was -14 C,
Replaces tons of kerosesne, pollution #climatechange
For 10 jawans, fully portable all parts weigh less than 30 Kgs. #MadeInIndia #MadeInLadakh #CarbonNeutral pic.twitter.com/iaGGIG5LG3
12 હજાર ફૂટ કરતા પણ વધારે ઉંચાઈએ આવેલી ગાલવાન વેલી એ જ જગ્યા છે જ્યાં જૂન મહિનામાં ભારત અને ચીનના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ લદ્દાખનો એવો વિસ્તાર છે જ્યાં શિયાળામાં પારો લોહી જામી જાય એ હદે નીચો ઉતરે છે. પરંતુ દેશની સુરક્ષા માટે ભારતીય સેનાના જવાનો આવી વિપરિત પરિસ્થિતિમાં પણ ત્યાં દિવસ-રાત તૈનાત રહે છે.

સોનમે જણાવ્યું કે રાતના 10 વાગે જ્યારે બહારનું તાપમાન માઇનસ 14 ડિગ્રી સેલ્સિયસ હતું ત્યારે ટેન્ટની અંદરનું તાપમાન 15 ડિગ્રી હતુ.. મતલબ કે ટેન્ટની બહારના તાપમાન કરતા ટેન્ટની અંદરનું તાપમાન 29 ડિગ્રી વધારે હતુ. ભારતીય સેનાના જવાનોને આ ટેન્ટની અંદર લદ્દાખની ઠંડી રાતો ગુજારવામાં ખૂબ સરળતા રહેશે. આ સોલાર હીટેડ મિલિટ્રી ટેન્ટની ખાસીયત એ છે કે તે સૌરઉર્જાની મદદથી કામ કરે છે.
આનંદ મહિન્દ્રાએ પણ કર્યું સેલ્યુટ
Sonam, you’re the MAN! I salute you. Your work is energising, even this late in the evening… https://t.co/ff1AP17Bdo
— anand mahindra (@anandmahindra) February 19, 2021
READ ALSO :
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
