GSTV

જયા બચ્ચનના નિવેદન પર સોનમે કરી એવી Tweet,લોકો મજાક ઉડાવતા બોલ્યા – ‘બેટા તું ક્યારેય મોટી નહીં થાય’

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવાનો મામલો હવે રાજ્યસભા સુધી પહોંચી ગયો છે. રાજ્યસભામાં ચાલી રહેલા ચોમાસા સત્રમાં ભોજપુરી કલાકાર અને ભાજપના સાંસદ રવિ કિશન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફિલ્મ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને રવિ કિશનના નિવેદનનો જોરદાર વિરોધ કર્યો હતો. જયાએ એમ પણ કહ્યું, ‘તે શરમજનક બાબત છે કે લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છિદ્રો કરે છે.’

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચનના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે. સેલેબ્સે જયા બચ્ચનના નિવેદનની પ્રશંસા કરી રહ્યા છે.

તાપસી પન્નું, અનુભવ સિન્હા, બાબુલ સુપ્રિયોએ ટવિટ કરીને જયાના નિવેદનની પ્રશંસા કરી છે. સોનમ કપૂરે પણ જયા બચ્ચનના નિવેદનની પ્રશંસા કરી હતી, પરંતુ પ્રશંસામાં તેણે કંઈક એવું લખ્યું હતું જેના કારણે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

જયાના નિવેદનની પ્રશંસા કરતાં સોનમે ટવિટ કર્યું હતું, ‘જ્યારે હું મોટી થઈશ ત્યારે હું આમની જેમ બનવા માંગું છું.’ સોનમે ફક્ત આટલું જ લખ્યું હતું અને લોકોને તક મળી ગઈ. સોનમના ટવિટ પર કોમેન્ટ કરતા લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. જ્યાં કોઈ તેને પાપાની પરી કહી રહ્યા છે, તો કોઈ તેને પૂછી રહ્યું છે કે હજી કેટલી મોટી થઈશ.

READ ALSO

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!