GSTV

રિયાની ધરપકડ બાદ સોનમ કપૂરે લખ્ચું બધાને ત્યાં સુધી ખૂબ મજા આવે છે…

રિયા

સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલે સીબીઆઈની તપાસ બાદ મામલામાં ડ્રગ્સ કનેક્શન આવતામ નાર્કોટિક્સ બ્યૂરો પણ તપાસમાં લાગી ગયું છે અને તેમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ધરપકડ બાદ રિયાના ટી શર્ટ પર લખેલા એક મેસેજે બોલિવૂડન સ્ટાર્સ વચ્ચે આંદોલનની ભાવના પેદા કરી દીધી છે.

રિયાના સપોર્ટમાં આવી સોનમ

રિયાની ધરપકડ બાદ બોલિવૂડના કેટલાક સ્ટાર્સે હેશટેગ જસ્ટિસ ફોર રિયા યૂઝ કરીને તેને સપોર્ટ આપ્યો હતો અને તેને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં પણ આ કલાકારોએ રિયાને ન્યાય અપાવવા માટે અપીલ કરી છે.

હવે બોલિવૂડની એક્ટ્રેસ સોનમ કપૂર પણ રિયાના સપોર્ટમાં આવી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રિયાની ટી શર્ટ પર લખેલો મેસેજ પોસ્ટ કરીને લખ્યું હતું કે દરેક લોકોને ત્યાં સુધી મજા આવે છે જયાં સુધી કોઈને પરાણે શિકાર બનાવવામાં આવે નહીં.

સોનમ ઉપરાંત કરીના કપૂર, અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા, અનુરાગ કશ્યપ, ફરહાન અખ્તર સહિતના કલાકારોએ રિયાના સપોર્ટમાં પોસ્ટ કરી છે અને તેને ન્યાય અપાવવાની અપીલ કરી છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!