GSTV
Home » News » ટ્રોલ થયા બાદ બોલીવુડની ફેશન ડીવાએ શેર કર્યો સારી લુક, અભિનેત્રીના ગ્લેમર અવતારે ફેન્સની બોલતી કરી બંધ

ટ્રોલ થયા બાદ બોલીવુડની ફેશન ડીવાએ શેર કર્યો સારી લુક, અભિનેત્રીના ગ્લેમર અવતારે ફેન્સની બોલતી કરી બંધ

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર વર્તમાન સમયમાં પિતા અનિલ કપૂર સાથે સેક્સી ડ્રેસમાં ફોટો પડાવવાને લઈને ટ્રોલ્સના નિશાના પર છે. કેટલાક લોકોએ તો, સોનમનું સમર્થન કર્યુ તો, વધારે પડતા લોકો તેણીની મજાક ઉડાડતા પણ નજર આવ્યા હતા. આ વચ્ચે સોનમ કપૂર ફરી વખત પોતાનો ગ્લેમર અવતાર લઈને ફેન્સ વચ્ચે આવી ગઈ છે.

સોનમ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલમાં જ ફોટોશુટ કરેલી કેટલીક ફોટો શેર કરી છે જેને જોઈને ટ્રોલ્સના હોંશ ઊડી ગયા છે. સાડી અવતારમાં સોનમ કપૂરને જોઈને તેણીના આલોચકો પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તેવામાં અભિનેત્રીએ કઈ પણ કહ્યા વગજ જ ટ્રોલ્સનું મોં બંધ કરી દીધુ છે.

વ્હાઈટ કલરની ડીઝાઈનર સાડીમાં સોનપ કપૂર મોડર્ન અને ટ્રેડિશનલ બંને લુકનું કોમ્બિનેશનમાં જોવા મળી રહી છે. આ ફોટો જોઈને નક્કી થઈ જાય છે કે, તેણી બોલીવુડની ફેશન આઈકોન છે. તેણીના આ ખૂબસૂરત લુકને જોઈને ઘણા ફેન્સે લખ્યું ઉફ્ફ ઘાયલ કર દીયા તો, ઘણાએ લખ્યું કે, કાતિલાના અદા…

સોનમનો આ સીમ્પલ લુક જોઈને બોલીવુડના પ્રખ્યાત ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રા પણ કોઈપણ પ્રકારની કમેન્ટ કર્યા વગર ન રહી શક્યા. તેમણે સોનમની આ ફોટો પર દિલનું સિમ્બોલ બનાવ્યું. તો અભિનેત્રી મીરા ચોપડાએ પણ અભિનેત્રીના વખાણ કર્યા હતા.

સોનમ કપૂરે આ ફોટોશૂટ દુબઈના અબૂ ધાબીમાં કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર હંમેશા પોતાના યૂનીક ફેશન સ્ટાઈલને લઈને બોલીવુડમાં ચર્ચાનો વિષય બની રહે છે. તેણીને બી-ટાઉનની ફેશન ડીવા પણ કહેવામાં આવે છે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!