GSTV
Home » News » સોનમે શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો આનંદનો બર્થ ડે, રિયાએ આપી એક ખાસ ગિફ્ટ

સોનમે શાનદાર રીતે સેલિબ્રેટ કર્યો આનંદનો બર્થ ડે, રિયાએ આપી એક ખાસ ગિફ્ટ

મુંબઇ:રવિવારે સોનમે મુંબઈમાં પતિ આનંદ આહુજાનો જન્મદિવસ મનાવ્યો હતો. લગ્ન બાદ આનંદની પહેલી બર્થ ડે સોનમે યાદગાર બનાવી છે. સોનમે આનંદના 35મા જન્મદિવસ પર તસવીર પોસ્ટ કરીને આનંદ માટે સ્પેશિયલ મેસેજ લખ્યો.

સોનમે લખ્યું કે, “જન્મદિવસની શુભકામનાઓ. તે મારી જિંદગીને વધુ સુંદર બનાવી છે. મારી જિંદગી તારું હોવું વરદાનરૂપ છે.”

સોનમે આનંદના બર્થ ડે માટે ખાસ કેક તૈયાર કરાવી હતી. આનંદ આહુજા બાસ્કેટબોલ ટીમ ‘Las Angles Lakers’ને સપોર્ટ કરે છે. તેને ધ્યાનમાં રાખીને જ સોનમે આ ખાસ કેક તૈયાર કરાવી હતી.આનંદનો બર્થ ડે ખાસ બનાવવા કપૂર પરિવારે ખૂબ તૈયારીઓ કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અનિલ કપૂરે પણ બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને જમાઈ આનંદનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. અનિલ કપૂર અને આનંદ વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે. જે અવારનવાર શેર થતી તસવીરો પરથી જાણી શકાય છે.

સોનમની બહેન રિયા કપૂરે આનંદને એક ખાસ જૂતું ગિફ્ટ કર્યું છે. શૂઝ લવર આનંદ પોતાના રિસેપ્શનમાં પણ સ્પોર્ટ્સ શૂઝ પહેરીને પહોંચ્યો હતો. રિયાએ આનંદ સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, “તને શૂઝ કેમ પસંદ છે મને ખબર નથી પણ આ સ્પેશિયલ શૂઝ તને પસંદ આવશે.”

Related posts

કાશ્મીર માટે નવી સવાર લઇને આવી શકે છે અમિત શાહનો આ પ્રવાસ

Bansari

જુસબ અલારખાને ઝડપી પાડનારી ચાર મહિલા પોલીસ ઓફિસરનું સન્માન કરાયું

Mayur

અમદાવાદીઓની પરેશાની : વરસાદ પડે છે પણ મન મુકીને વરસતો નથી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!