GSTV

ઋષિ કપૂરને મળવા પહોંચી આ બે બોલીવુડ એક્ટ્રેસ, USમાં લઇ રહ્યાં છે મેડિકલ ટ્રીટમેન્ટ

બોલીવુડ એક્ટર ઋષિ કપૂર ન્યૂયોર્કમાં મેડીકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યાં છે. 29 સપ્ટેમ્બરના રોજ તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તાજેતરમાં જ તેઓ અનુપમ ખેરને પણ મળ્યાં હતાં. હવે પ્રિયંકા ચોપરા અને સાનાલી બેન્દ્રે સાથે તેમની મુલાકાત થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

પ્રિયંકા ચોપરાએ ઋષિ-નીતૂ કપૂર સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરે છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, તમે બંનેને જોઇને આનંદ થયો. હંમેશા હસતા રહો અને ખુશ રહો.

બીજી તસવીરમાં ઋષિ-નીતૂ, સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહેલ સાથે જોવા મળી રહ્યાં છે. એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ન્યૂયોર્કમાં હાઇ ગ્રેડ કેન્સરની સારવાર કરાવી રહી છે.

બીજી બાજુ ઋષિ કપૂરની બીમારીને લઇને ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. પરંતુ રણધીર કપૂરે આ અહેવાલોને નકારી કાઢ્યાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher) on

તાજેતરમાં જ  ઋષિ કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ન્યૂયોર્કની સડકો પર લટાર મારતાં જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો અનુપમ ખેરે શેર કર્યો છે. અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતાં લખ્યું કે,’ઋષિ કપૂર, મેનહેટ્ટનની ગલીઓમાં તમારી સાથે ફરવુ અને તમારી સાથે કેટલોક સમય પસાર કરવાનો આ અનુભવ ખૂબ જ ખાસ રહ્યો. તમને મળીને આનંદ થયો.’

ઉલ્લેનીય છે કે હાલ નીતૂ કપૂર અને રણબીર કપૂર પણ ઋષિ કપૂર સાથે ન્યૂયોર્કમાં છે. આશા રાખવામાં આવી રહી છે કે ઋષિ કપૂર ટૂંક સમયમાં સ્વસ્થ થઇને મુંબઇ પરત આવશે.

Related posts

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમપેઇનની કરી શરુઆત

pratik shah

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!