સુપર સ્ટાર સલમાન ખાનની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડીમાં હીરોઇન તરીકે ચમકી રહેલી સોનાક્ષી સિંહાનો ફર્સ્ટ લૂક ગુરુવારે રિલિઝ કરાયો હતો.દબંગની પહેલી કડીથી સતત સલમાન સાથે ચમકી રહેલી સોનાક્ષી બીજી ઉપરાંત હવે ત્રીજી કડીમાં પણ જોવા મળી રહી છે. ત્રીજી કડીનો એનો ફર્સ્ટ લૂક પહેલી કડી જેવો જણાય છે જેમાં સોનાક્ષીની પીઠ ખુલ્લી દેખાય એવા કટવાળું બ્લાઉઝ એને પહેરાવવામાં આવ્યું છે.
દબંગ સિરિઝથીજ સોનાક્ષીની અભિનય કારકિર્દી શરૂ થઇ હતી. બહુ ઓછા સમયમાં એ લિસ્ટની અભિનેત્રીઓમાં સોનાક્ષીની ગણતરી થવા લાગી હતી.સોનાક્ષીએ સોશ્યલ મિડિયા પર આ ફર્સ્ટ લૂક રજૂ કરતાં લખ્યું હતું કે દબંગથી દબંગ થ્રી સુધીની મારી યાત્રા પહોંચી છે… હું મારા ઘરે પાછી ફરી હોઉં એવું લાગે છે… ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે… પ્લીઝ મને વીશ કરો…
બુધવાર ત્રીજી એપ્રિલથી દબંગ થ્રી મધ્ય પ્રદેશમાં ફ્લોર પર ગઇ હતી. આ ફિલ્મ ચાલુ વર્ષના ડિસેંબરમાં રજૂ કરવાની સલમાન ખાનન યોજના છે. પહેલી બે કડીનું ડાયરેક્શન અરબાઝ ખાને સંભાળ્યું હતું. પરંતુ અભિનય અને ડાયરેક્શન બંને સાથે કરવા જતાં અરબાઝ ટેન્શનમાં આવી જાય છે એવું સલમાનને લાગતાં ત્રીજી કડીનું ડાયરેક્શન મોખરાના કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર પ્રભુ દેવાને ત્રીજી કડીનું ડાયરેક્શન સોંપવામાં આવ્યું હતું.
જણાવી દઇએ કે મધ્યપ્રદેશના મહેશ્વરમા ચાલી રહેલા દબંગ 3ના શૂટિંગની એક તસવીર વાયરલ થયા બાદ સર્જાયેલા વિવાદના પગલે સુપર સ્ટાર સલમાનખાને સફાઈ આપી હતી.સલમાનખાને કહ્યુ હતુ કે, કેટલાક અખબારો અને સોશ્યલ મીડિયા પર શૂટિંગ અંગે ખોટી જાણકારી અપાઈ રહી છે.જે વિડિયો બતાવાઈ રહ્યો છે તેમાં કહેવાયુ છે કે, મહેશ્વરના નર્મદા ઘાટ પર બનેલા શિવલિંગ પર સ્ટેજ બનાવાયુ છે.તેના પર લોકો ઉભા છે.મેં પોતે શિવલિંગનુ અપમાન ના થાય તેનુ ધ્યાન રાખ્યુ છે.
Read Also
- ભાજપ અખિલેશ યાદવને ટેન્શન આપવાની તૈયારીમાં! જાણો સપાના આ ધારાસભ્યએ શું કરી હલચલ!
- શું તમે ક્યારેય રેટ્રો વૉકિંગ વિશે સાંભળ્યું છે? જીમ ન જનારા લોકો માટે છે શ્રેષ્ઠ કસરત
- Relationship Mistakes/ કપલમાં શા માટે થાય છે આટલા ઝઘડા? અહિ થઇ રહિ છે ભૂલો
- મોટા સમાચાર / ગજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, આ ફેરફારથી થયો ઘટસ્ફોટ 
- હાર્દિક પંડ્યાના હાથે આજે ખત્મ થઈ શકે છે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની કારકિર્દી? ટીમ માટે બની ગયો છે માથાનો દુઃખાવો