GSTV

પરિવારમાં મને કોઇ સ્ટાર જ નથી ગણતું….છલકાયું આ એક્ટ્રેસનું દર્દ


મોખરાની ગણાતી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે મારા  પરિવારમાં કોઇ મને સ્ટાર ગણતું નથી કે એ પ્રકારનું માન આપતું નથી. મારાં માતાપિતા પોતે સફળ અદાકાર રહી ચૂક્યાં છે. પરિવારમાં પહેલેથી ફિલ્મી વાતાવરણ હતું. મારા પિતા પોતે સુપર સ્ટાર રહી ચૂક્યા છે એટલે એમને બરાબર ખ્યાલ હતો કે પુત્રી સાથે કેવાં વાણી-વર્તન રાખવા. મારા ભેજામાં સફળતાની રાઇ ભરાઇ ન જાય એ માટે પહેલેથી મારાં માતાપિતા સાવધ હતાં. તેમણે કદી મને સ્ટાર તરીકે સ્વીકારી નથી કે ઘર પરિવારમાં મને કદી સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી નથી’ એમ સોનાક્ષીએ કહ્યું હતું.

એણે વધુમાં કહ્યું કે મારા પગ સદાય ભોંય પર ટકી રહે એ માટે મારા પરિવારે મારી સાથે નોર્મલ સંબંધ રાખ્યો છે. હું કોઇ વિશેષ વ્યક્તિ છું એવું કદી મારી સાથે વર્ત્યા નથી. મારા ભાઇઓ સાથે મારાં માતાપિતા જેવું વર્તન રાખે છે એવુંજ મારી સાથે રાખે છે જેથી હું હવામાં ઊડવા ન માંડું.

એણે કહ્યું કે મારા માટે દરેક નવી ફિલ્મ કારકિર્દીની શરૂઆત જેવી હોય છે. દરેક ફિલ્મ મને કંઇક નવું શીખવી જાય છે. હું પણ દરેક નવી ફિલ્મ દ્વારા કંઇક નવું મેળવવાની તૈયારી રાખું છું.

Read Also

Related posts

સાઈબર એક્ષપર્ટે ઈન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કે અપડેપ ન કરવાની આપી ચેતવણી, તમારો ફોન થઈ શકે છે હેક

Nilesh Jethva

આફ્રિકી સ્નિફર ઉંદરને મળ્યો વિરતા પુરસ્કાર/ બોમ્બથી ભરેલી સુરંગ પકડવા બદલ કરી હતી મદદ, ઈનામમાં મળ્યો ગોલ્ડ મેડલ

Pravin Makwana

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજમાં ઉઘાડી લૂંટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!