GSTV
Home » News » સોનાક્ષી સિન્હા ફરી એક વાર વિવાદોમાં સપડાઈ, સેક્સોલોજિસ્ટે કેમ મોકલી નોટિસ?

સોનાક્ષી સિન્હા ફરી એક વાર વિવાદોમાં સપડાઈ, સેક્સોલોજિસ્ટે કેમ મોકલી નોટિસ?

સોનાક્ષી સિન્હા ફિલ્મ ખાનદાની શફાખાનાના વિવાદોમાં ફસાતી જોવા મળી રહી છે. દિલ્લીના સેક્સોલોજિસ્ટ ડો વિજય એર્બોટ હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર ફાઈલ કર્યો છે જેમાં તેને ફિલ્મની રિલીઝ અટકાવવાની માગ કરી છે. ડો વિજયે ટી સીરિઝ અને ફિલ્મના ડાયરેક્ટરને નોટિસ પર મોકલી છે.

જોકે આ ફિલ્મનું નિર્દેશન શિલ્પી દાસગુપ્તાએ કર્યું છે આ ફિલ્મ 2 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે. રિપોર્ટસ્ અનુસાર જાણવા મળ્યું છે કે આ વ્યક્તિએ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને એક લેટર મોક્લ્યો છે. આ લેટર ડો વિજયના એડવોક્ટે મોક્લ્યો છે. 18 જુલાઈએ લખેલા આ લેટરમાં કહ્યું છે કે, ડો વિજયના પિતા ડો હકીમ હરિ કિશન લાલ મશહૂર અને ખ્યાતિપ્રાપ્ત પારંપરિક ખાનદાની શફાખાનાનો અવૈધ રીતે ઉપયોગ કર્યો છે.

તે ઉપરાંત ડો હકીમની તસવીરનો પણ અવૈધ રીતે ફિલ્મના ટ્રેલરમાં ઉપયોગ કર્યો છે. જો કોપીરાઈટર એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરે છે. ડો વિજય, મશહૂર સેક્સોલોજિસ્ટ ડો હકીમ હરિ કિશનલાલનો પુત્ર છે. સોનાક્ષીએ આ ફિલ્મમાં કામ કર્યું છે અને તે ખાનદાની શફાખાના નામનું ક્લીનિક ચલાવી રહી છે. જોકે અત્યાર સુધી જાહેર નથી થયું કે ટીસીરીજ અને શિલ્પીએ આ ટાઈટલ બદલવાનું રહેશે અથવા કોર્ટ કોઈ કાર્યવાહી કરશે.

સોનાક્ષી છેલ્લી ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. જે બોક્સઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નહોતી. ફિલ્મ દબંગ 3ને લઈ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. જે આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે.

Read Also

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!