GSTV
Gujarat Government Advertisement

“આંટી” કહેવા પર આ સિંગરે આમિરની લાડલીને કહ્યુ કંઈક એવું, તો ઈરાએ પણ ફટાકથી આપ્યો આ જવાબ

Last Updated on December 23, 2019 by Mansi Patel

બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી ઈરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોઝના કારણે ચર્ચામાં રહે છે. એવામાં એક વાર ફરી ઈરા ચર્ચાનું કારણ બની છે આ વખતે કારણ કોઈ ફોટાનું નહી પરંતુ એક ફોટાનું કેપ્શન છે.

હાલમાં જ ઈરા ખાને સોશિયલ મીડિયા પર બે ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં ઈરા ઘણી સુંદર દેખાઈ રહી હતી. એક બાજું જ્યાં તેના ફોટા સોશિયલ મીડિયા યુઝર્સને ઘણા પસંદ પડી રહ્યા છે તો બીજી બાજું તેના ફોટાનાં કેપ્શનની પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

વાસ્તવમાં પોતાના ફોટાનાં કેપ્શનમાં ઈરાખાને લખ્યુ, “પોતાની અંદરની સોના મહાપાત્રાને જગાડી રહું છું, પહેલીવાર પોતાના પ્લે ને ક્યાંક લઈને જઈ રહી છું, તમારી ઉર્જા અને પ્રતિભાને એક પર્ફોર્મરની જેમ પ્રસારિત કરી રહી છું, સોના આંટી” ઈરાનાં આ કેપ્શન પર સોના મહાપાત્રાએ પણ કમેન્ટ કરી હતી.

સોના મહાપાત્રાએ લખ્યુ, “તમે મને ક્યારેય આંટી કહ્યુ નથી, એટલા માટે હવે પરેશાન ન થાવ” તો સોનાની કમેન્ટ બાદ ઈરાએ તેને જવાબ પણ આપ્યો હતો. “હું હંમેશાથી તમને આંટી જ કહુ છું, ખુશી છેકે, તમે ક્યારેય ધ્યાન નથી આપ્યુ.”

ઈરા અને સોનાની આ કમેન્ટ આટલેથી રોકાઈ ન હતી. ત્યારબાદ પણ સોનાએ ઈરાને જવાબ આપ્યો હતો. સોનાએ લખ્યુ, “ માસી મારી પહેલી દેસી પસંદ રહેશે, જો તમે જીદ કરો તો” ઉલ્લેખનીય છેકે, આમિરખાનની પુત્રી બૉલીવુડથી દૂર છે. પરંતુ પોતાના પ્લે ને લઈને તે ચર્ચામાં રહે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!