GSTV
Home » News » રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)નાં પ્રમુખ રાજ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં પાર્ટીનાં પહેલા મહાઅધિવેશન પર નવો ભગવો ઝંડો લોન્ચ કર્યો છે. આ એજ ઝંડો છે જેનાં ફોટોગ્રાફ્સ બે દિવસ પહેલા સોશ્યલ મિડિયા પર વાઈરલ થયા હતા. સાથે સાથે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેનાં દિકરા અમિત ઠાકરેને પણ આજનાં દિવસે પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા છે.

એમએનસનાં પાંચ રંગના ઝંડાને હવે ભગવો રંગ આપવામાં આવ્યો છે. અને આ ઝંડામાં શિવાજી મહારાજનાં શઆસનકાળની મુદ્રા પ્રિન્ટ છે. ઝંડા પર સંસ્કૃતમાં શ્લોક પણ લખવામાં આવ્યો છે. આ શ્લોક એ છે કે ‘प्रतिपच्चन्द्रलेखेव वर्धिष्णुर्विश्ववन्दिता, शाहसूनो: शिवस्यैषा मुद्रा भद्राय राजते।’

એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેનાં દિકરા અમિત ઠાકરે

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના

પક્ષનાં ધ્વજને લોન્ચ કર્યા પહેલા રાજ ઠાકરે એ પોતાનાં કાકા બાલ ઠાકરેને યાદ કરીને તેમણે શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે બાલ ઠાકરેની 94મી જંયતી છે. હાલમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીએ 101 બેઠકો પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમને ફક્ત 1 સીટ જીતવામાં સફળ રહ્યા હતા.

MNSનાં મહાધિવેશનમાં પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેનાં દિકરા અમિત ઠાકરેને સક્રિય રાજનીતીમાંઉતારવાની જાહેરાત કરી હતી. રાજ છેલ્લા ઘણા સમયથી પોતાના દિકરાને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ઘણી વખત અમિત પદાધિકારીની રીતે પાર્ટી સાથે જોડાયેલી બેઠકોમાં પણ નજરે આવ્યા હતા.

READ ALSO

Related posts

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva

શેરબજારમાં મોટો કડાકો, થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Mansi Patel

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!