GSTV

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Last Updated on September 26, 2021 by Zainul Ansari

આ વાર્તા એક પુત્રની છે કે, જેણે તેના પિતાની યાદમાં તેની પ્રતિમા બનાવી હતી. આ પ્રતિમા જોઈને એવું લાગી રહ્યું છે કે, સાક્ષાત તેમના પિતા તેમની સામે જ આવું ગયા હોય. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેતા અરુણ કોરે ગયા વર્ષે કોરોના રોગચાળાના કારણે પોતાના પિતાને કાયમી માટે ગુમાવ્યા હતા. આવી સ્થિતિમાં તેમના પિતાને આદર અને માન -સન્માન આપવાના હેતુથ, તેમણે તેમના પિતાની સિલિકોન પ્રતિમા બનાવી. આ મૂર્તિ સોફા પર બેઠેલી મુદ્રામાં જોવા મળે છે, જેને જોઈને કોઈપણ ના કહે કે, આ મૂર્તિ છે, બધાને આ પ્રતિમામાં જીવંત વ્યક્તિનો જ અનુભવ થાય છે. અરુણ દાવો કરે છે કે આ મહારાષ્ટ્રની પ્રથમ સિલિકોન પ્રતિમા છે.

પિતાની ઉંમર 55 વર્ષ હતી :

32 વર્ષીય અરુણ કોરે 6 સપ્ટેમ્બર, 2020 ના રોજ 55 વર્ષના પિતા રાવસાહેબ શામરાવ કોરને ગુમાવ્યા હતા. કોરોનાને કારણે તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. અરુણે જણાવ્યું કે, ‘તેમનું નિધન અમારા માટે ખુબ જ આઘાતજનક છે. અમે તેમને ખૂબ જ યાદ કરીએ છીએ. એક દિવસ હું યુટ્યુબ પર એક વિડીયો જોઈ રહ્યો હતો કે, જેમાં કર્ણાટકના એક ઉદ્યોગપતિને તેની પત્નીના મૃત્યુ બાદ તેની પ્રતિમા મળે છે. આ વીડિયોથી પ્રેરિત થઈને મે પણ મારા પિતાની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું.

પિતા

એકદમ વાસ્તવિક લાગે છે આ સ્ટેચ્યુ :

અરુણે તેના મિત્ર વિજય પાટીલને ફોન કર્યો, જેની પાસેથી તેને બેંગ્લોરના એક કલાકાર શ્રીધરનો નંબર મળ્યો. તેમણે બે મહિનાની અંદર પ્રતિમા તૈયાર કરાવી. તે કહે છે કે, “હું ગયા અઠવાડિયે પ્રતિમા લેવા ગયો હતો ત્યારે મને આશ્ચર્ય થયું. આ પ્રતિમા એટલી વાસ્તવિક લાગતી હતી કે, ક્યારેય એવું પણ ન લાગે કે તે આપણી વચ્ચે નથી.

ઘરમા બનાવ્યું એક નાનું એવું મ્યુઝિયમ :

અરુણ કોરે સમજાવ્યું કે, તેણે સિલિકોનથી પ્રતિમા બનાવવાનું નક્કી કર્યુ કારણકે, તે ટકાઉ છે અને તેને સરળતાથી સાફ કરી શકાય છે. સૌથી અગત્યનુ એ છે કે, તે એક ઇન્ડોર શિલ્પ છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ પરિવાર સાંગલી શહેરમાં પોલીસ કોલોની પાસેના બંગલામાં રહે છે. તેમણે ઘરમાં એક નાનું મ્યુઝિયમ બનાવ્યું છે, જેમાં રાવસાહેબનો તમામ સામાન જેમ કે યુનિફોર્મ, મેડલ અને એવોર્ડ વગેરે રાખવામાં આવ્યા છે.

પિતા

સ્ટેચ્યુ બનાવવામાં થયા લાખો રૂપિયા ખર્ચ :

રાવસાહેબની પત્ની લક્ષ્મીએ કહ્યું, ‘મારા પતિના મૃત્યુ પછી અમારો પરિવાર ખૂબ જ પરેશાન હતો. મારા દીકરા અને જમાઈએ નક્કી કર્યું કે , કોઈપણ રીતે મારા પતિની હાજરી ફરી ઘરમાં રહે એટલા માટે એમણે પ્રતિમા બનાવવાનો નિર્ણય લીધો. લગભગ 50 વર્ષનું આયુષ્ય ધરાવતી આ પ્રતિમા બનાવવા માટે 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો.

Read Also

Related posts

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!