GSTV

જેલમાંથી છૂટીને આવેલા જમાઈએ સાસુના રામ રમાડી દીધા, દિકરીને બીજી જગ્યાએ પરણાવી દેતા પ્રાઈવેટ પાર્ટ્સમાં વાંસ ઘૂસાડી દીધો

કોરોના

Last Updated on September 14, 2021 by Bansari

મુંબઈના વિલે પાર્લેમાંથી એક હેરાન કરનારી ખબર સામે આવી છે. જેમાં એક જમાઈએ સાસુની હત્યા કરી તેના પ્રાઈવેટ પાર્ટ્સમાં વાંસ ફિટ કરી દીધો હતો. આરોપી જમાઈને 14 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી મોકલી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેણે સાસુના માથામાં પાઈપ વડે હુમલો કર્યો અને ચાકૂથી ઘા માર્યા બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં એક વાંસ ફિટ કરી દીધો હતો. બાદમાં પ્રાઈવેટ પાર્ટ્સ બહાર કાઢી નાખ્યો હતો. અમે છ દિવસ પહેલા આઈપીસીની કલમ 377 અંતર્ગત કેસ ચલાવી રહ્યા છીએ.

આ ઘટના વિલે પાર્લેની છે, જ્યાં મહિલા પોતાની દિકરી સાથે રહે છે. ત્રણ વર્ષથી ચેન સ્નેચિંગની ઘટનામાં પહેલાથી જેલમાં બંધ આરોપીએ 1 સપ્ટેમ્બરને જામીન પર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ આરોપી પોતાની પત્નીને મળવા ગયો, ત્યાં જઈને જોયુ તો, તેની પત્નીએ અન્ય કોઈ સાથે લગ્ન કરી લીધા અને તે ગર્ભવતી પણ બની હતી.

ત્યારે આ શખ્સે પત્નીને પેલા માણસને છોડી મુકવા જણાવ્યું. જો કે બીજા દિવસે જ્યારે તે મળવા ગયો તો તે તે જગ્યાએથી નાસી ગઈ હતી. તેણે સાસુને આ અંગે વાત કરી. જો કે સાસુએ કોઈ પણ વાત કહેવાની ઘસીને ના પાડી દીધી, કોઈ જાણકારી આપી નહીં. બાદમાં જમાઈએ સાસુ સાથે મારપીટ કરી. કેટલાય ચાકૂના ઘા માર્યા, તેના એક દિવસ બાદ પુણેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Zainul Ansari

વાઇરલ વિડીયો / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન ધડામ કરતા પડી ગયા, વીડિયો જોઇને હસીને લોટપોટ થઈ ગયા લોકો

Vishvesh Dave

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!