GSTV

લોકડાઉનમાં ઘરજમાઈ તરીકે રહેતા સાળી સાથે થયો પ્રેમસંબંધ, સમય મળતાં ભગાડી ગયો પણ પકડાઈ જતાં થયું કંઈક આવું….

લોકડાઉનમાં જીંદગીએ કેવા કેવા રંગ બતાવ્યા છે જેને આજીવન ભૂલી શકાય નહીં. સંબંધોને અને પોતાના પ્રિયજનોને પૂરતો સમય આપવાનો મોકો મળ્યો ત્યારે કેટલાક સંબંધો પણ લોકડાઉનની ફૂરસતમાં બગડ્યા છે. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં સસરાના મકાનમાં જમાઈ તરીકે રહેતો ઘર જમાઈ સાળીને જ લઈને ભાગી ગયો.

બંનેની નિકટતા જોઇને પત્ની અને સાસુ શંકા થઈ

નટેરનના પામરિયા ગામે લોકડાઉનમાં કામકાજ બંધ હોવાને કારણે જમાઈ 2 મહિના સુધી ઘરજમાઈ તરીકે ઘરે રોકાયો હતો. દરમિયાન, 17 વર્ષીય સાળી અને તેની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. બંનેની નિકટતા જોઇને પત્ની અને સાસુ શંકા થઈ પરંતુ જમાઈએ એવું કહીને ચૂપ કરી દીધા કે તે તેની નાની બહેન જેવી છે. આ જમાઈએ 7 દિવસ પહેલા જ સાળીને લઈને ભાગ્યો અને 3 દિવસ પહેલા પોલિસે પકડીને લઈ આવી.

શુક્રવારે સાળીએ પોતાના ઘર પર ઝેરી પદાર્થ ખાઈ લીધો

શુક્રવારે સાળીએ પોતાના ઘર પર ઝેરી પદાર્થ ખાઈ લીધો, જેની સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તેની મોટી બહેન પણ સારવાર કરાવવા સાથે આવી. પમરિયા ગામ નિવાસી રિંકીના લગ્ન 5 વર્ષ પહેલા ભોપાલના ગૌતમનગરમાં રહેનાર બ્રજેશ અહિરવાર સાથે થયા હતા. રિંકી અને બ્રજેશ બંનેને સંતાનો હતા. રિંકીએ જણાવ્યું કે લોકડાઉનમાં કામ ન હોવાથી તંગી ચાલી રહી હતી. માતા પિતાના કહેવા પર તે બ્રજેશને લઈને પોતાના પિયર આવી ગઈ હતી.

તે મારી નાની બહેન જેવી છે, મને ખોટો ન સમજો

બ્રજેશ લોડિંગ વાહન ચલાવી રહ્યો હતો. મે અને જૂનમાં લગભગ 2 મહિના સાસરિયામાં રહ્યો. આ દરમિયાન તેને તેની નાની બહેન સાથે પ્રેમ થઈ ગયો. રિન્કીના જણાવ્યા અનુસાર તેની માતા અને તેને પણ શંકા હતી. ત્યારબાદ જ્યારે બ્રિજેશને તેની માતાએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે મારી નાની બહેન જેવી છે, મને ખોટો ન સમજો. બીજી બાજુ રિંકીની માતા કહે છે કે અમે તેની સાથે પુત્રની જેમ વ્યવહાર કર્યો પણ તેણે અમારું ઘર બરબાદ કરી દીધું.

7 દિવસ પહેલા સાસરીમાં આવી સાળીને ભગાડી ગયો

જણાવાઈ રહ્યું છે કે, જુલાઇમાં બ્રિજેશ તેની પત્ની સાથે ભોપાલના ગૌતમ નગર સ્થિત તેના ઘરે આવ્યો હતો. અહીં તેણે પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને તેને છોડી દેવાની ધમકી આપતો હતો. તે છેલ્લા ઘણાં દિવસોથી તેની માતા સાથે પિયરમાં આવી ગઈ હતી. 7 દિવસ પહેલા બ્રજેશ સાસરીમાં આવ્યો અને સાળીને બાઈક ઉપર બેસાડીને ભાગી ગયો.

પોલિસે બંને પક્ષ વચ્ચે સમજૂતી કરાવી

નટેરન પોલિસ સ્ટેશનમાં તેની જાણ કરવામાં આવી હતી. પોલિસે 3 દિવસ પહેલા બ્રિજેશના ઘરેથી યુવતીને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બંને પક્ષ પોલીસ મથકે પહોંચ્યા બાદ તેઓ વચ્ચે સમજુતી થઈ જેમાં નક્કી થયું કે બ્રજેશ તેની પત્ની સાથે મારપીટ નહીં કરે અને તેને પોતાના ઘરે લઈ જશે. સાળી સાથે પણ કોઈજાતનો સંબંધ નહીં રાખે. આ પછી તે રિંકીને ભોપાલ લઈ ગયો. તેના માત્ર 2 દિવસ પછી બાળકોને પોતાની સાથે રાખીને તેને નટેરન ભગાડી દીધા. શુક્રવારે રિંકીની બહેને પોતાના ઘર કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

હરિયાણાના મંત્રીએ દીદીને આપી સાંઢની ઉપમા, કહ્યું: મમતા સામે જય શ્રીરામ બોલવું સાંઢને લાલ કપડું બતાવવા જેવું

Pritesh Mehta

આનંદો/ અમદાવાદીઓ બીઆરટીએસમાં હવે આ સુવિધા થશે ઉપલબ્ધ, નવી વ્યવસ્થા થઈ શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!