GSTV

Sonchiriya Teaser : ‘બૈરી બેઇમાન, બાગી સાવધાન’, આવા છે ધાડપાડુ સુશાંતના તેવર

Last Updated on December 7, 2018 by Bansari

રૂપેરી પડદે ત્યારસુધી ધાડપાડુઓની લૂંટને સંબંધિત અનેક ફિલ્મો આવી ચુકી છે જેમાંથી કેટલીક ફિલ્મ દર્શકોને પણ પસંદ આવી છે. રૂપેરી પડદે ધાડપાડુ બનવાના સિલસિલાને હવે સુશાંત સિંહ રાજપૂત આગળ વધારી રહ્યાં છે પોતાની આગામી ફિલ્મ ‘સોન ચિડિયા’ સાથે.

અભિષેક ચૌબેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સોન ચિડિયા ઘણાં સમયથી ચર્ચામાં છે. આજે તેનું એક ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. માન સિંહની ગેંગની આ સ્ટોરી તે જ ખીણોની છે જ્યાં કુખ્યાત લૂંટેરાઓનો ઇતિહાસ રહ્યો છે.

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં છે જ્યારે સાથે મનોજ બાજપાયી, રણવીર શૌરી અને ભૂમી પેડણેકર પણ મહત્વના રોલમાં છે.

આ ફિલ્મનું શુટિંગ ચંબલમાં કરવામાં આવ્યું છે. સ્ટોરી એક એવી સંપત્તિની છે જેના પર સૌકોઇ કબજો જમાવા માગે છે. ફિલ્મમાં તે વાતનો ઉલ્લેખ પણ છે કે સોન ચિડિયા એટલે કે ગોલ્ડન બર્ડ તો સૌકોઇ શોધી રહ્યાં છે પરંતુ તે કોઇના હાથે આવતી નથી. ફિલ્મમાં આશુતોષ રાણા અને મોહમ્મદ ઝીશાન અયૂબ પણ છે. ફિલ્મ આગામી વર્ષે ફેબ્રુઆરીમા રીલીઝ કરવામાં આવશે.

ફિલ્મ સોન ચિડિયામાં ભૂમિ પેડનેકર પણ લૂંટારાઓની ગેંગમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ભૂમિ પડેનેકરની ભમિકા ખૂબ જ દમદાર અને બોલ્ડ છે પરંતુ તેને એક ત્રસ્ત મહિલાના રૂપમાં દર્શાવવામાં આવી છે.

જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના ફિલ્મ કેદારનાથ પર રોક લગાવી દેવામાં આવી છે. ફિલ્મ પર લવ જેહાદ, ભગવાનનું અપમાન અને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મનો વિરોધ કેદારનાથ મંદિરના પુજારીઓ કરી રહ્યા છે. ગુરૂવારે ઉત્તરાખંડ હાઈકોર્ટે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર કર્યો હતો.પરંતુ ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો છે.

Read Also

Related posts

પારાવાર મુસીબતોથી ઘેરાયેલુ હોય જીવન તો અમાસના દિવસે કરો આ અચૂક ઉપાય, બદલાઇ જશે તમારા ખરાબ દિવસો

Bansari

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!