GSTV

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Last Updated on September 28, 2021 by Zainul Ansari

બાળકોની સફળતા હમેંશા માતા-પિતાનું કદ વધારે છે પરંતુ, આ સફળતા ત્યારે વિશેષ બની જાય છે જ્યારે બાળક ગરીબીની તકલીફનો સામનો કરીને તેનું સ્વપ્ન સાકાર કરે છે. અનિલ બસક પણ એવા જ એક વ્યક્તિ છે કે, જેમણે આઈએએસ બનીને પોતાના જીવન અને તેમના પારિવારિક જીવનને એક નવો રંગ આપ્યો છે. તેમની સફળતાની વાર્તા તેમને મુશ્કેલ પરિસ્થિતિઓને દૂર કરવા અને તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરે છે. હાલ યુપીએસસીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અનિલે 45 મો ક્રમ મેળવ્યો હતો. હવે તે આઈએએસ અધિકારી બની ગયો છે પરંતુ, અહીં સુધી પહોંચવા માટે અનિલ અને તેના પરિવારે ખુબ જ સંઘર્ષ કર્યો છે.

આખા પરિવારનું ભવિષ્ય બદલ્યું :

અનિલ બિહારના કિશનગંજનો છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતા ફેરી કરીને કપડાં વહેંચતા હતા. જોકે, અનિલે પોતાની ગરીબીને કમજોરી નહીં પરંતુ, એક તાકાત બનાવી અને ત્રીજા પ્રયાસમાં તેણે આઈએએસ બનાવી આખા પરિવારનું ભવિષ્ય ઘડ્યું.

ગામડાથી આઈઆઈટી દિલ્હી સુધીની સફર :

અનિલ એ ચાર ભાઈ-બહેનોમાં બીજા ક્રમે છે. તેમના પિતા ગામડે-ગામડે મુસાફરી કરે છે અને કપડાંનું વેંચાણ કરે છે અને તેમાથી જે કંઈપણ આવક મળતી તે ઘર ચલાવવા માટે ખર્ચ થઇ જતી. તેથી, અનિલે પોતાની જાતે જ પોતાના અભ્યાસના ખર્ચ મેનેજ કરવાના હતા. અનિલે ગ્રામ્ય વિસ્તારની શાળામાંથી પોતાનુ પ્રાથમિક શિક્ષણ પૂરુ કર્યું હતું અને વર્ષ ૨૦૧૪ માં આઈઆઈટી પ્રવેશ મેળવવા માટે સખત મહેનત કરી હતી અને સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો.

બીજા પ્રયાસમાં 616મો ક્રમ :

વર્ષ 2016 થી અનિલે યુપીએસસી માટેની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 2018માં એન્જિનિયરિંગ પૂરુ કર્યા બાદ પણ તેની પાસે નોકરીનો વિકલ્પ હતો પરંતુ, તેમણે યુપીએસસીમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે વિચાર્યુ હતું. જોકે, પહેલા પ્રયાસે તે સફળ થયા નહિ અને આ સમયે નિરાશાએ તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો પરંતુ, તેણે હાર ના માની અને ફરી ઊભો થયો અને મહેનત કરી. બીજા પ્રયાસમાં તે 616મા ક્રમે રહ્યો હતો. પરિવાર અને ગામના લોકોએ આ દિવસે ઉજવણી કરી પરંતુ, આઈએએસ બનવાનું સપનું લઈને બેઠેલા અનિલને આ ક્રમાંકથી સંતોષ થયો ના હતો.

લક્ષ્ય કર્યુ પૂર્ણ :

જોકે, બીજી સફળતા મળ્યા બાદ તેમણે ઘરની જવાબદારીઓ સંભાળવા માટે આવકવેરા કમિશનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ પરંતુ, સ્વપ્ન એ સ્વપ્ન છે, જે કેટલાક લોકોને પ્રાપ્ત કરવાનો જુસ્સો હોય છે. અનિલને પણ આવો જ એક જુસ્સો હતો. તેથી તેણે કામ પરથી રજા લીધી અને ફરી એકવાર યુપીએસસીની તૈયારી માટે બેસી ગયો. આ વખતે નસીબ અને સખત મહેનત ફળી અને ૪૫ મા રેન્ક સાથે તે પોતાનું સ્વપ્ન સાકાર કરવામાં સફળ રહ્યો.

Read Also

Related posts

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari

Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!