GSTV
Home » News » આજે સોમવતી અમાસ અને શનિ જયંતીનો ચમત્કારી યોગ, આ ઉપાયથી મળશે અનેક કષ્ટમાંથી મુક્તિ

આજે સોમવતી અમાસ અને શનિ જયંતીનો ચમત્કારી યોગ, આ ઉપાયથી મળશે અનેક કષ્ટમાંથી મુક્તિ


3 જૂન અને સોમવારના રોજ અમાસ અને શનિ જયંતીનો શુભ યોગ સર્જાશે. આ દિવસે વટસાવિત્રી, સોમવતી અમાસ પણ ઉજવાશે. આ દિવસની ખાસ વાત એ પણ છે કે ત્યારે બુધ, મંગળ અને રાહુનો ત્રિગ્રહી યોગ પણ બની રહ્યો છે. સાથે જ કેતુ સાથે શનિ હોવાથી તેનો વ્યાપક પ્રભાવ દરેક જાતક પર જોવા મળશે. જે જાતકો પર સાડાસાતી, શનિની મહાદશા કે કુંડળીમાં શનિ દોષ હોય તેમની સ્થિતી આ દિવસે સુધરી શકે છે. સોમવારે શનિદોષ શાંત કરવા માટે ખાસ પ્રયોગ કરી શકાય છે. 

શનિ જયંતી પર સર્વાર્થસિદ્ધિ યોગ

સોમવારે અમાસ અને શનિ જયંતી હોવાની સાથે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં ચંદ્રની ઉપસ્થિતી હશે. આ સમયે સૂર્યોદય સાથે સર્વાર્થસિદ્ધિ યોગ પણ પ્રારંભ થશે. જેનો પ્રભાવ રાત સુધી રહેશે. આ દિવ્ય યોગ દરમિયાન શનિદેવની આરાધના કરવાથી જાતકને વિશિષ્ટ શુભફળ પ્રાપ્ત થશે. 

સંકટથી મુક્ત થવા વજ્રપિંજર કવચ

શનિ જયંતી પર શનિદેવને પ્રસન્ન કરવા માટે ‘ઓમ ખાં ખીં ખૂં સ: મંદાય સ્વાહા:’ બીજ મંત્રની 21 માળા કરવી. આ ઉપરાંત શનિ મૃત્યુંજય સ્તોત્રનો પાઠ પણ કરી શકાય છે. શનિ જયંતી પર શનિવજ્રપિંજર કવચના 11 પાઠ કરવા અને ત્યારબાદ દર 10 દિવસે આ પાઠ નિયમિત રીતે કરવો. તેનાથી દરેક પ્રકારના શારીરિક કષ્ટથી મુક્તિ મળે છે. 

શનિ જયંતીનો લાભ લેવા માટે સોમવારે કાળા અડદ, તલ, સ્ટીલના વાસણ, શ્રીફળ, કાળા વસ્ત્ર, લાડકાની વસ્તુનું દાન પણ કરી શકાય છે. આ દિવસે ભીખારીને ભોજન કરાવવાથી પણ શનિનો પ્રકોપ શાંત થાય છે. 

મંગળ, બુધ, રાહુનો યોગ

ગ્રહ ગોચર અનુસાર અમાસ પર બુધ, મંગળ અને રાહુ મિથુન રાશિમાં ત્રિગ્રહી યુતિ બનાવી રહ્યા છે. અમાસના દિવસે બુધ સાથે મંગળ અને રાહુની ઉપસ્થિતી હોવાથી લોકોમાં મતભેદ, દુષ્ટ પ્રવૃત્તિનો પ્રભાવ વધશે. આ યોગથી ભીષણ ગરમી, વરસાદ, તોફાન પણ થઈ શકે છે. આ યોગના કારણે દરેક રાશિને કોઈને કોઈ કષ્ટ સહન કરવું પડશે. આ દિવસે હનુમાનજીની આરાધના કરવી શ્રેષ્ઠ સાબિત થશે. જે લોકો આર્થિક સમસ્યા ભોગવી રહ્યા હોય તેમણે હનુમાનજીને ચણાના લોટના લાડૂ ધરાવવા. 

Read Also

Related posts

રંગીલું રાજકોટ બન્યું રક્તરંજીત, આરટીઓ કચેરીમાં ખેલાયો ખુની ખેલ

Nilesh Jethva

ભાજપના પૂર્વ સાંસદ સામે કરોડો રૂપિયાની ઉચાપતની નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva

મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કરતા વીર સાવરકરના પૌત્રએ કરી આ ટીપ્પણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!