GSTV

લીલીપરીક્રમા અને સોમનાથ મંદિરનો કાર્તિક પૂર્ણિમાનો યોજાતો મેળો રદ, કોરોનાએ ભારે કરી

સૌરાષ્ટ્રમાં નેતાઓએ કાર્યક્રમો માટે વિધિ કરીને સોશિયલ સાયન્સનો ભંગ કર્યા બાદ દિવાળી પૂર્વે લોકોએ ખરીદી માટે બજારમાં તથા દિવાળી પછી ફરવા માટે હરવા ફરવાનાં સ્થળોએ ભારે ભીડ એકઠી કર્યા બાદ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખાસ્સો વધી ગયું છે અને ફરી સ્ફોટક સ્થિતિ સર્જાઇ રહી છે તે અનુસાર અન્વયે સૌરાષ્ટ્રની અંદર આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ધર્મસ્થળો પાસે યોજાતા સદી જૂના પરંપરાગત કાર્યક્રમો પણ હવે રદ થવા માંડ્યા છે.

ગિરનાર પર્વત ફરતે વર્ષોથી યોજાતી અને 10 લાખથી વધુ લોકો જોવા ઉમટ્યા હોય છે દેશભરમાંથી તે લીલી પરિક્રમા રદ કરવાનો તેમજ આ પરિક્રમા બાદ સોમનાથ મંદિરે કાર્તિક પૂર્ણિમાનો યોજાતો મેળો પણ રદ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટનું સ્વામિનારાયણ મંદિર વીરપુરનું પ્રસિદ્ધ જલારામ મંદિર સહિતના ધર્મસ્થાનો પણ સ્વયંભૂ લોકડાઉન થઈ રહ્યા છે. તબીબો તથા સત્તાવાળાઓ લોકોને ફરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માસ્ક પહેરવા શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવા માટે વારંવાર અપીલ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!