GSTV

ખુશખૂબર / 15 સપ્ટેમ્બરથી ભક્તો લઇ શકશે સોમનાથ મંદિરની આરતીનો લ્હાવો, દર્શન માટે નક્કી કરાયો આ સમય

Somnath Mandir

Last Updated on September 14, 2021 by Bansari

સુપ્રસિધ્ધ સોમનાથના ભગવાનના ભક્તો માટે ખુશીના સમાચાર છે. ૧૫ સપ્ટેમ્બરથી સોમનાથ મંદિરમાં આરતી દર્શન માટે પ્રવેશ આપવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય લીધો છે.

સોમનાથ મુખ્ય મંદિર સહિત અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે છ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો રહેશે. મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ કોઇને ઉભા રહેવા દેવામાં આવશે નહીં.

સૂચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.ચાલુ આરતીએ કોઈ પણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં. દર્શને આવતા યાત્રિકોએ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે.

શામળાજી

વડાપ્રધાન મોદીએ 85 કરોડથી વધુના ખર્ચ વિકાસ કર્યોનું કર્યું લોકાર્પણ

પીએમ મોદીએ સોમનાથ મંદિરે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.

Read Also

Related posts

ચીમકી / ડાંગનાં પૂર્વ MLA મંગળ ગાવિત આત્મવિલોપન કરવા થયા તૈયાર, કારણ જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!