GSTV
Home » News » સોમનાથનો દરિયો બન્યો ગાંડોતૂર, ધૂળની ડમરીઓના કારણે વાતાવરણ બન્યુ ધૂળિયું

સોમનાથનો દરિયો બન્યો ગાંડોતૂર, ધૂળની ડમરીઓના કારણે વાતાવરણ બન્યુ ધૂળિયું

આજે વહેલી સવારથી લઇને બપોરના સમયે ત્રાટકનારા વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સાબદુ છે અને ક્યાંકને ક્યાંક અત્યારથી વાવાઝોડાની અસરો શરૂ થઈ છે. ઘુઘવાટો કરતા સોમનાથના દરિયા પાસે ધુળની ડમરીઓ ઉડી. તો આ ધુળની ડમરીની સાથે સોમનાથનો દરિયો પણ તોફાની અને ગાંડોતૂર બન્યો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આવી જ રીતે ધૂળની ડમરીના કારણે જાણે ધૂળિયું વાતાવરણ સર્જાયુ હતું. તંત્ર દ્વારા પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારમાંથી સ્થળાંતરની કામગીરીઓ શરૂ કરી દેવાઇ હતી. જેમાં સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.

Vayu Cyclone Arabian Sea

જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. વાવાઝોડાના પહેલા જ ઉંચા-ઉંચા મોજા ઉછળ્યા હતા. તો ભારે વાવાઝોડાની સ્થિતિને જોતા અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Read Also

Related posts

અમદાવાદ : ફટાફટ ભરી દેજો ટ્રાફિક દંડ નહીંતર દસ દિવસ બાદ લાયસન્સ સાથે આ મહત્વની વસ્તુ કેન્સલ થઈ જશે

Mayur

એક વિદ્યાર્થીએ ફોન કરી એવું પૂછી લીધું કે હંમેશાં શાંત રહેતા નીતિન પટેલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો

Mayur

VIDEO : રાધનપુરમાં બીમાર હોવા છતાં શંકર ચૌધરી પ્રચાર કરી રહ્યા હોવા પાછળનું આ છે સૌથી મોટું કારણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!