GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

દ્વારકા-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના હજારો મંદિરો ખોલવાની તૈયારી, ભક્તો દર્શન તો કરી શકશે પરંતુ…

મંદિરો

સોશ્યલ ડિસ્ટન્સ સહિતની શરતોને આધીન ગુજરાતમાં તા.8 જૂનને સોમવારથી તમામ ધર્મસ્થળો ખોલવાની મંજુરી અપાઈ છે ત્યારે મંદિરોના સંચાલકો, ટ્રસ્ટીઓ, પૂજારીઓ વગેરે દ્વારા આ માટે તૈયારીનો ધમધમાટ શરુ થયો છે. વિશ્વ પ્રસિધ્ધ પુરાતન અને કરોડો ભક્તોના આસ્થાકેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાધીશ મંદિર સહિતના મંદિરોએ રોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે ત્યારે ત્યાં સોશ્યલ ડિસ્ટન્સનું અને ચેપ ન પ્રસરે તેનું ધ્યાન રાખવા સાથે સલામતિ બંદોબસ્ત માટે ખાસ તૈયારીઓ શરુ થઈ રહી છે.

ભીડ થાય તેવા કાર્યક્રમોની મનાઇ

અઢી માસ બાદ ભાવિકો મંદિરોમાં જઈને દર્શન કરી શકશે તે વાતે રાહત અનુભવી રહ્યા છે ત્યારે નાના-મધ્યમ મંદિરો કે જ્યાં સામાન્ય દિવસોમાં દર્શનાર્થીઓની સંખ્યા ઓછી રહેતી હોય છે અને જ્યાં કાર્યક્રમો પણ થતા નથી હોતા ત્યાં તો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન સરળ રહેશે. પરંતુ, સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે તો રોજ સામાન્ય કામકાજના દિવસોમાં પ ણ પંદર-પંદર હજાર ભાવિકો આવતા હોય છે જે સંખ્યા રવિવાર સહિતની જાહેર રજાઓ, પુનમ, શિવરાત્રિ, સોમવાર જેવા ખાસ દિવસો અને પર્વના દિવસોએ તો ડબલથી વધી જતી હોય છે. જેમ કે મહાશિવરાત્રિએ સોમનાથ મંદિરે એક લાખ ભાવિકોએ દર્શન કર્યા હતા. ઉપરાંત ચામુંડા માતાજી મંદિર ચોટીલા, ખોડલધામ, રાજકોટ સહિતના સ્થળે સ્વામિનારાયણ મંદિરે, જલારામ બાપા (વીરપુર),સીદસર સહિત અનેક મંદિરોએ ખાસ કરીને રજાના દિવસોએ ચિક્કાર ભીડ રહેતી હોય છે.

જો કે દેશમાં કોરોના મહામારી હજુ યથાવત્ છે ત્યારે બહારના રાજ્યો, દૂરના જિલ્લાઓમાંથી લોકો આવવાનું ટાળશે, કારણ કે મંદિરનો સમય પણ રાત્રે 9થી સાંજે 5 સુધી હાલ અમલી કર્ફ્યુને ધ્યાને લઈને રાત્રિના વહેલો કરાશે. આ કારણે રાત્રિ પહેલા ઘરે પહોંચી શકાય તે રીતે સૌરાષ્ટ્રના જિલ્લામાંથી લોકો વધુ આવશે.

corona

દર્શનાર્થીઓ માટે આવી છે તૈયારીઓ

સોમનાથ મંદિરના સૂત્રોએ જણાવ્યું કે સોમવારથી મંદિર ખોલવા નિર્ણય લેવાયો છે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ચૂસ્ત રીતે કરાશે. એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા હાથ ધોવા માટે સેનેટાઈઝર મશીનો મંદિરોને અપાયા છે. મંદિરમાં માત્ર દર્શન જ કરી શકાશે અને આરતી વખતે અગાઉ જેમ લોકો ભાગ લેતા તેમ ભાવિકોને આવવા દેવાશે નહીં. તો દ્વારકાધીશ મંદિરના સૂત્રોએ જણાવ્યું કે મંદિર ખોલવામાં આવશે પરંતુ, દર્શનાર્થીઓ ઓછા પ્રમાણમાં જ ક્રમશઃ પ્રવેશ અપાશે અને આ માટે સુરક્ષા અને વ્યવસ્થા માટે તૈયારીઓ થઈ રહી છે.

રાજ્ય સરકારે મંદિરોમાં ભીડ થાય તેવા કોઈ પણ કાર્યક્રમ, જેમ કે સમુહ પ્રાર્થના સત્સંગ સભા, કથા-સપ્તાહ, પર્વ ઉજવણી વગેરે પર નિયંત્રણ રાખ્યા છે. પરંતુ, ખાસ કરીને લાખો ભાવિકો જેઓ મંદિરે દર્શન કરવાનો સદીઓથી નિયમ રાખતા હોય છે તેઓને રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનથી મંદિરોમાં પણ નાણાભીડ સર્જાઈ છે, દ્વારકાધીશ જેવા જગવિખ્યાત મંદિરમાં રોજની ત્રણ લાખ સામે હાલ 30 હજારની આવક છે અને તે પણ એક ભક્ત દ્વારા રોજના રૂ।.21 હજાર અપાય છે. ત્યારે નાના મંદિરોનો નિભાવ પણ મૂશ્કેલ બન્યો છે.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!