છેલ્લા 4 વર્ષથી ધૂળની ડમરીઓ જ જે હાઇવેની ઓળખ બની ગઇ છે, તેનાથી આજે અનેક લોકો પરેશાન છે. આ વાત છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની. જ્યાંથી પસાર થવું રાહદારીઓ અને રહીશો માટે હાડમારીનો હાઇવે બની ગયો છે.
યાત્રાધામ સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે છેલ્લા 4 વર્ષથી હાઇવે મંજૂર થયો છે. જમીનો સંપાદન થઇ ગઇ છે, પરંતુ કામ એટલું મંદ ગતિએ ચાલે છે કે લોકોની હાડમારી વધવા સિવાય બીજુ કંઇ થયું નથી. હાલ જે રસ્તો હયાત છે તેની સ્થિતી દયાજનક છે. દીવાળી પર્વે અનેક યાત્રીકો આ પરેશાની ભોગવી ચુક્યાં છે. અહીંના વેપારીઓ તેમજ રહીશોને સતત ઉડતી ધૂળના કારણે શ્વાસ લેવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. તેવામાં ઉધરસ ,શરદી, તાવ વગેરેના કારણે લોકોની તકલીફોમાં ઓર વધારો થયો છે. તંત્ર નબળું પેચ વર્ક કરીને લોટપાણીને લાકડા રહ્યુ હોવાની અનુભૂતિ લોકોને થઇ રહી છે. અહીં મહત્વનું છે કે સોમનાથ ભાવનગર હાઈવે 4 વર્ષથી આ હાઇવેની કામગીરી અદ્ધરતાલ જ રહી છે.હાલનો રસ્તો બિસ્માર છે. સતત ઉડતી ધૂળના કારણે લોકો ત્રાહિમામ છે.
રાજકીય આગેવાનો ધ્યાન આપતા નથી. ત્યારે અહીંના લોકોની હાઇવેની આ હાડમારી ક્યારે પૂર્ણ થશે તે તો ભગવાન જ જાણે.
READ ALSO
- ભાવનગર મનપામાં પાંચ ગામોને ભેળવ્યા પણ વિકાસ કરવાનું ભૂલી ગયા, ઠેર ઠેર છે પ્રાથમિક સુવિધાનો અભાવ
- WhatsApp બાદ Airtel શરૂ કરી પેમેન્ટ સર્વિસ! જાણો તમે કેવી રીત કરશો વપરાશ
- ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, કોમર્સમાં બેઠકો ખાલી હોવા છતાં નથી આપતા પ્રવેશ
- પાટડીમાં પ્રથમ ડોઝની રસી આપવાની શરૂ કરાઈ, 100 જેટલા આરોગ્યકર્મીને અપાઈ રસી
- જામનગર/ 10 કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, પરત પૈસા ન આપતા મામલો વકર્યો