GSTV
Home » News » વિરાટની દુલ્હન બનીને પોતાના ઘરેથી આ રીતે વિદાય થઇ હતી અનુષ્કા, વીડિયોમાં જોવા જેવો નજારો

વિરાટની દુલ્હન બનીને પોતાના ઘરેથી આ રીતે વિદાય થઇ હતી અનુષ્કા, વીડિયોમાં જોવા જેવો નજારો

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ બે વર્ષ પહેલાં જ ભારતના જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતાં. બંનેના લગ્નમાં એક ખાનગી સેરેમની હતી, જેમાં લગ્ન બાદ દંપતિએ પોતાની એક તસ્વીર શેર કરીને લગ્નની ખુશખબર પ્રશંસકોને આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બંનેના લગ્ન ઈટલીના એક રીસોર્ટમાં થયા હતાં. કહેવાય છે કે ડિસેમ્બર મહિનામાં રીસોર્ટને બંધ કરી દેવામાં આવે છે, પરંતુ આ ફક્ત અનુષ્કા-વિરાટના લગ્ન માટે 2017માં ખોલવામાં આવ્યો હતો.

હાલમાં આ ખુશનુમા દંપતિનો એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં અનુષ્કાની વિદાય થઇ રહી છે. આ વીડિયોમાં સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે કે કેવીરીતે અનુષ્કાની વિદાય થઇ રહી છે. સોશિયલ મીડિયામાં વિદાયનો વીડિયો સામે આવતા જ વાયરલ થયો છે. જેમાં અનુષ્કા લાગણીશીલ મુદ્રામાં જોવા મળી રહી છે. વીડિયોમાં અનુષ્કા ચોખા ફેંકવાની વિધી અદા કરતી જોવા મળી રહી છે. વીડિયોને લોકો વારંવાર જોઈ રહ્યાં છે.

અહીં જણાવવાનું કે દુલ્હા-દુલ્હન બંનેએ ડિઝાઈનર ડ્રેસ પહેર્યા છે, જેમાં તેઓ ખૂબ સુંદર જોવા મળી રહ્યાં હતાં. તસ્વીરો સામે આવ્યા બાદ દંપતિના આઉટફિટના પણ દરેક લોકોએ વખાણ કર્યા હતાં. બંનેએ 5 વર્ષના રિલેશન પછી લગ્ન કર્યા હતાં. અહીં જણાવવાનું કે વર્ષ 2013માં બંનેએ એક એડ શૂટ કર્યુ હતું અને આ શૂટ પર ખેલાડી વિરાટ અનુષ્કા એકબીજા પર ઓળઘોળ થયા હતાં. બંનેએ વર્ષ 2017માં લગ્ન કરવાનો નિર્ણય લીધો.

લગ્ન બાદ દંપતિએ બે રીસેપ્શન પાર્ટી આપી, જેમાં દિલ્હીના રીસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ ભાગ લીધો હતો, તો મુંબઈના રીસેપ્શનમાં બૉલીવુડની તમામ હસ્તિઓએ ભાગ લીધો હતો. દંપતિના વર્કફ્રન્ટની વાત કરીએ તો વિરાટ અત્યારે આઈપીએલમાં વ્યસ્ત છે તો અનુષ્કા ફિલ્મોની શોધમાં છે. ગયા વર્ષે અનુષ્કાની ફિલ્મ ઝીરો રીલીઝ થઈ હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી.

READ ALSO

Related posts

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પેટાચૂંટણીના ઉમેદવારોને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

‘Bigg Boss 13’: એકદમ હટકે છે સીઝન 13નું બિગબૉસ હાઉસ, Inside Photosમાં જુઓ રંગીન નજારો

Bansari

30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ નહી કરો તો રદ્દી થઇ જશે તમારુ PAN Card, ફરીથી આવશે લાઇનમાં ઉભા રહેવાનો વારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!