GSTV
Finance Trending

દિવાળીએ કોઈ ગાડીમાં આગ લાગી ગઈ હશે તો ઈન્શ્યોરન્સ કવર થશે ખરા? જાણો શું કહે છે નિયમ

Catches Fire Insurance Cover: જો તમારી કાર દિવાળીના ફટાકડાથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અને તમે વીમો કવર કરવા પર વિચાર કરી રહ્યા છો, તો આ જાણકારી તમારા માટે ખૂબ જ જરુરી છે. રસ્તા પર વાહનોની વધતી સંખ્યાના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે, કારોમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે. વિશેષ રીતે દિવાળીના તહેવાર દરમિયાન સાધનોમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે. ઘણી કાર વીમા કંપનીઓ ફટાકડાથી થતા નુકસાન માટે કવરેજ પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃ RBIએ AXIS Bankને ફટકાર્યો 90.92 લાખ રૂપિયાનો દંડ, ગ્રાહકો પર કેવી અસર પડશે?

કાર વીમા પોલિસીયો ત્રણ પ્રકારની હોય છે- કૉમ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ, થર્ડ-પાર્ટી કાર ઈન્શ્યોરન્સ અને સ્ટેડઅલોન પોલિસી (જાતે થયેલું ડેમેજ). આગ કે વિસ્ફોટના કારણે થનારી ક્ષતિ કૉમ્પ્રિહેન્સિવ કાર ઈન્શ્યોરન્સ અને સ્ટેડઅલોન કાર વીમા પોલિસીઓ અંતર્ગત કવર કરવામા આવે છે.

વીમા કંપની પાસે કવરેજનો દાવો કેવી રીતે કરવોઃ

  1. તરત સહાયતા માટે કાર વીમા કંપની અને એજન્ટને તરત સૂચિત કરો.
  2. પોલીસને આ વિશે જાણ કરો અને એફઆઈઆર નોંધાવો, કારણ કે વીમા કંપનીઓ સામાન્ય રીતે આગથી થયેલા નુકસાનના મામલે તેની જરુરિયાત હોય છે. આ ઘટનાની તારીખ, સમય, સ્થાન વિશે સ્પષ્ટ જાણકારી એકઠી કરવામા મદદ કરે છે.
  3. જો નીરિક્ષણ તમારા દાવાની વૈધતાની પુષ્ટિ કરે છે, તો વીમા એજન્ટ આગળની ડૉક્યૂમેન્ટેશનની પ્રક્રિયા શરુ કરે છે.
  4. એકવાર દસ્તાવેજ પૂરો થઈ જવા પર વીમા એજન્ટ તમને ક્લેમ કવરેજ પ્રદાન કરે છે.

આ સ્થિતિમાં ક્લેમ ફગાવાઈ શકે છે

  1. જો બેટરીનો તણખો કે ઈલેક્ટ્રિકલ વાયરિંગ સિસ્ટમમાં ખરાબીના કારણે કારમાં આગ લાગી જાય છે.
  2. જો એસી કે એલપીજી ગેસ કિટની ફિટિંગ દરમિયાન થયેલી ભૂલના કારણે આગ લાગી જાય છે.
  3. જો કાર ઈન્ટરનલ સમસ્યાઓ, તેલ રિસાવ કે અધિક ગરમીના કારણે ડેમેજ થઈ જાય છે તો વીમા કવર નથી મળતું.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/BVxxiFvVJJdEWoVcXDm8KU

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV