GSTV

રમઝાન માસની ઉજવણી: પાલનપુરમાં યુવાનો પ્રસરાવે છે માનવતાની મહેક

સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસની ઉજવણી કરે છે. રમઝાન માસ તેનાં અંતિમ પડાવમાં છે. આગામી બે-ત્રણ દિવસમાં રમઝાન માસની પુર્ણાહુતિ સાથે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવશે. વિવિધતમાં એકતા એજ આપણાં દેશ અને ગુજરાતની ઓળખ છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ પવિત્ર રમઝાન માસમાં કોમી એક્તા અને ભાઇચારાનાં દ્રશ્યો સર્જાયા હતાં. પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખે, તેમજ પરવરદિગારની બંદગી કરે છે. નાના બાળકો પણ રોઝો રાખીને સંયમ અને પવિત્ર સંસ્કારોનાં દર્શન કરાવતા હોય છે.

પોતાનાં ઘરથી દુર રહેતા લોકો માટે અનેક શહેરમાં રમઝાન માસમાં રોઝા છોડવા(ઇફતારી)ની વ્યવસ્થા કરવામાં આવે છે. આવાં જ કાંઇક દ્રશ્યો બનાસકાંઠાનાં જિલ્લામથક પાલનપુર ખાતે જોવા મળ્યા છે. પાલનપુર ખાતે શહેરની હોસ્પિટલના દર્દીઓને રમજાનમાં રોજો છોડવા તેમજ જમવા માટે વિના મુલ્યે ટિફીન પહોંચાડવાનું કામ કેટલાક યુવાનો કરી રહ્યા છે. 11 વર્ષથી ચાલતા આ સેવા કાર્યમાં પ્રતિવર્ષ અનેક યુવાનો જોડાઇ રહ્યા છે. આ સેવાકિય કાર્યમાં રોઝાદારોને સુર્યાસ્ત સમયે રોઝુ છોડાવવામાં આવે છે.

READ ALSO

Related posts

ઈટલીમાં Corona વાયરસની ભેટ આપી હોવાની શંકાએ પ્રેમીએ પ્રેમિકાને મારી નાંખી

Bansari

PM મોદીએ અગ્રણી ખેલવીરો સાથે કરી મીટિંગ, સોશ્યલ ડિસ્ટન્સ માટે લોકોમાં જાગૃતિ લાવો

Bansari

PM મોદી રમી ગયાં ‘નંબર ગેમ’ અને જોતો રહી ગયો સચિન તેંડુલકર, મામલો જાણશો તો લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!