GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

લીંબુ પાણી ત્વચા પર ગ્લો લાવે છે, સાથે રાખે છે આટલી બીમારીઓને દૂર

ગરમીના દિવસોમાં રાહત આપે છે, લીંબુ પાણી સાથે ત્વચા માટે પણ છે લાભદાયી. લીંબુ પાણી શરીરને ડિટોક્સીફાઈ કરે છે અને ત્વચાને હાઈડ્રેડ કરવાનું કામ કરે છે. લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ હોય છે, જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.

લીંબુમાં થિયામિન, રિબોફ્લોવિન, નિયાસિન, વિટામિન-બી6, ફોલેટ અને વિટામિન-ઈની માત્રા થોડી થોડી હોય છે. લીંબુ પાણી પીવાથી લિવરની સમસ્યા દૂર થાય છે. જો તમારું બ્લડ પ્રેશર વધેલું છે તો લીંબુ પાણી તમારા માટે ફાયદાકારક છે. લીંબુ પાણી પીવાથી પાચનક્રિયા સરળ બને છે.

તેમાં આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મિનસલ્સ હોય છે. કિડનીમાં સ્ટોનની સમસ્યા હોય તો લીંબુ પાણી ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દી માટે પણ લીંબુ પાણી જરૂર પીવું જોઈએ. વજન ઓછું કરવા માગતા હોવ તેને સવારે ઊઠીને લીંબુ પાણી પિવાથી શરીરમાં રહેલા અલ્કલાઈનની સ્થિતિને વ્યવસ્થિત કરે છે. ઉંમરને લગતા લક્ષણો ઓછા કરવામાં લીંબુ પાણી જરૂરી છે. એટલે કે લીંબુ પાણી ત્વચાને ગ્લો આપે છે.

લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે ત્વચા પર નિકળતા ખીલને દૂર રાખે છે. જો તમને ચહેરા પર ખીલ થતાં હોય તો લીંબુ પાણી જરૂર પીવું, બને તો લીંબુ પાણીનો લેપ કરવો. લીંબુ પાણી ત્વચાની અન્ય કોશિકાઓને વધારે છે. જેનાથી ચહેરા પર થતાં દાગ-ધબ્બાને દૂર કરે છે. ત્વચાને વધુ ગ્લોઈંગ બનાવે છે.

Read Also

Related posts

કોરોનાકાળમાં ઘરમાં રહી અભ્યાસ કરતા બાળકોના માનસિક સ્વાસ્થ્યનું આ રીતે રાખો ધ્યાન!

Ankita Trada

આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી, અહીંના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ મનુષ્યની ઉંમર વધારવાનો રસ્તો

Pravin Makwana

શું તમે પણ ઉંમરથી 10 વર્ષ નાના દેખાવા માગો છો ? તો દરરોજ લગાવો આ એન્ટિ એજિંગ સીરમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!