GSTV

BSNL નો સસ્તો પ્લાન! એકદમ ઓછી કિંમતમા દરરોજ મળશે 3GB ડેટા, સાથે 40 દિવસની વેલિડિટી

BSNL

કોરોનાકાળમાં ઘર પર રહેવાથી મોબાઈલ ડેટાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. તે સાથે-સાથે અમારા ફોન બિલ અને રિચાર્જ કરવામાં પણ ઘણા પૈસા લગાવી રહ્યા છે. એવામાં અમે પોતાના બાકી ખર્ચાઓને બેલેન્સ કરવા માટે ફોન માટે ઓછામાં ઓછા પૈસાવાળું રિચાર્જ પ્લાનને શોધીએ છીએ, પરંતુ વધારે સમય અમે ઓછી કિંમતમાં વધારે ડેટા અથવા બેનિફિટવાલા પ્લાનથી જ રિચાર્જ કરાવવાનો પ્લાન કરે છે. તો જો તમે પણ કોઈ એવો પ્લાન શોધી રહ્યા છો, જેની કિંમત વધારે ન હોય અને બેનિફિટ ભરપૂર હોય તો BSNL તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.

STV પ્લાન ઓફર કરે

જીં હાં ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL ની યાદીમાં ઘણા કિફાયતી પ્લાન હાજર છે. જેનાથી તમારા કામ સરળ થઈ શકે છે. BSNL ગ્રાહકોને કેટલાક એવા પ્લાન પણ આપે છે. જેની કિંમત 250 રૂપિયાથી પણ ઓછી છે અને તેમાં ગ્રાહકોને દરરોજ 3GB ડેટા આપવામાં આવી રહ્યો છે. BSNL ગ્રાહકો માટે 247 રૂપિયાવાળો પ્રીપેડ STV પ્લાન ઓફર કરે છે. તો આવો જાણીએ આ પ્લાનમાં મળનાર ફાયદાઓ વિશે…

250 મિનિટ પ્રતિદિવસની FUP લિમિટ

BSNL એ આ STV 247 વાળા પ્લાનમાં ગ્રાહકોને લોકલ + STD કોલિંગ માટે અનલિમિટેડ ફ્રી મિનટ્સ આપવામાં આવે છે. જોકે, તેમાં 250 મિનિટ પ્રતિદિવસની FUP લિમિટ છે. પ્લાનની સૌથી ખાસ વાત તેમાં મળનાર ડેટા છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. તેમાં ગ્રાહકોને દરરોજ 3GB ડેટા આપવામાં આવે છે. તેમાં ડેલી ડેટાની લિમિટ ખત્મ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 80Kbps થઈ જાય છે. તે સિવાય પ્લાનમાં દરરોજ 100 SMS પણ ફ્રીમાં આપવામાં આવ્યા છે.

40 દિવસની મળશે વેલિડિટી

જેમ કે પહેલા પણ જણાવવામાં આવ્યું છે કે, આ પ્લાન 30 દિવસની વેલિડિટીની સાથે આવે છે, પરંતુ એક પ્રમોશનલ ઓફરની હેઠળ હાલમાં STV 247 ને 40 દિવસની વેલિડિટીની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. એટલે કે, કુલ મિક્સ આ રિચાર્જ પેકમાં 40 દિવસ માટે 120GB ડેટા મળે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, STV 247 ની સાથે આ પ્રમોશનલ ઓફર 30 નવેમ્બર 2020 સુધી વેલિડ છે.

READ ALSO

Related posts

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!