GSTV
Gujarat Government Advertisement

કોરોનાની વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર, જૂલાઈથી ફરી રમાશે ઈન્ટરનેશનલ ક્રિકેટ

Last Updated on June 3, 2020 by Mansi Patel

કોરોના વાયરસને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ સ્થગિત થઈ ગયું છે પરંતુ હવે સારા સમાચાર એ છે કે ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે અને તે પણ પરંપરાગત ટેસ્ટ ક્રિકેટનો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે અને આ માટે ખેલાડીઓએ ટ્રેનિંગ તો શરૂ કરી દીધી હતી પરંતુ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના રિસ્પોન્સની રાહ જોવાતી હતી.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની જાહેરાત

આ વચ્ચે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) બુધવારે જાહેરાત કરી દીધી છે કે જુલાઈમાં ઇન્ટરનેશનલ ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે  આ માટે હજી બ્રિટિશ સરકારની મંજૂરી લેવાની બાકી છે.ઇસીબીએ જાહેર કર્યું હતું કે ઇંગ્લેન્ડની ટીમ જુલાઈ મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટેસ્ટની સિરીઝ રમશે. કોરોના વાયરસની મહામારી બાદ પહેલી વાર કોઈ ઇન્ટરનેશનલ સિરીઝ રમાશે. જોકે આ મેચો પ્રેક્ષકો વિના જ રમાશે પરંતુ તે માટે સરકારની મંજૂરી જરૂરી છે.

સિરીઝની પ્રથમ ટેસ્ટ રોઝ બાઉલમાં રમાશે

અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ટીમ જૂન મહિનામાં ઇંગ્લેન્ડમાં સિરીઝ રમનારી હતી પરંતુ કોરોનાને કારણે તે રદ કરવામાં આવી હતી. હવે સિરીઝની પ્રથમ ટેસ્ટ રોઝ બાઉલમાં રમાશે જ્યારે બીજી અને ત્રીજી ટેસ્ટ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે યોજાશે. આ સિરીઝ માટે એજબસ્ટનનું મેદાન ટ્રેનિંગ માટે રિઝર્વ રાખવામાં આવશે. કાર્યક્રમ મુજબ પ્રથમ ટેસ્ટ આઠમી જુલાઈથી, બીજી ટેસ્ટ 16મી જુલાઈથી અને ત્રીજી ટેસ્ટ 24મી જુલાઈથી શરૂ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!