રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું ધારાસભ્ય તરીકે પણ મહેસાણા આવું તે પણ કેટલાંક લોકોને ગમતું નથી. પક્ષે અમને દૂર કર્યા નથી પણ આ જૂના મંત્રીઓનું પક્ષ માટે બલિદાન છે.’

નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર છોડ્યા બાદ પહેલી વાર નીતિન પટેલ મહેસાણામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું. ધારાસભ્ય તરીકે પણ મહેસાણા આવે છે ત્યારે કેટલાંક લોકોને ગમતું નથી.
ધારાસભ્ય તરીકે વધુ સમય આપી શકીશ અને પક્ષે અમને દૂર નથી કર્યા આ અમારા બધા જુના મંત્રીઓનું પક્ષ માટે બલિદાન છે. પક્ષે મને ઘણી જવાબદારી સોંપી છે હવે ચૂંટણી જાહેર થતા આચારસંહિતા આવશે વિકાસ કામો અટકી જશે માટે હવે 10 મહિના સરકાર પાસે છે.

રામાયણ અને મહાભારતમાં જેમ પાત્રો છે એમ અહીં પણ મંથરાઓ અને વિભીષણ રહેલા છે
ભાજપ કે બીજી કોઈ પાર્ટીમાં સત્તા લાલચું લોકો આવે છે અને જતા પણ રહે છે. સાચા અને સારા માણસોને ઓળખવાની જરૂર છે. આખુંય મંત્રીમંડળ બદલાયું એમાં હું પણ આવી ગયો. હું રાજકારણમાં આવ્યો ત્યારથી મે કોઈની આગળ હાથ નથી લંબાવ્યો. સમય કોઈને છોડતો પણ નથી તો કપટથી કોઈ કંઈ કરે તો ભગવાન પણ છોડતા નથી.
રામાયણ અને મહાભારતમાં જેમ પાત્રો છે એમ અહીં પણ મંથરાઓ અને વિભીષણ રહેલા છે તેમ કહી કટાક્ષ કર્યો હતો અને દેશના રાજકારણમાં ગુજરાતની જેમ શાંતિ અને સલામતી નથી. અન્ય રાજ્યોમાં ભાજપના લોકો પર હુમલા થાય છે, ધમકીઓ અપાય છે. આ બેઠકમાં માત્ર તેમના સમર્થક કાર્યકર્તાઓ જ નજરે પડ્યા હતાં.
READ ALSO :
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
- ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા