GSTV
Gujarat Government Advertisement

કનેરિયા હિન્દુ હોવાથી પાક. ટીમના કેટલાક ક્રિકેટરો તેની સાથે જમતાં પણ નહતાં

Last Updated on December 27, 2019 by Mayur

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તેની જ ટીમની પોલ ખોલતાં કહ્યું છે કે, કનેરિયા હિન્દુ હોવાથી તેની સાથે ઘણો ભેદભાવ રાખવામાં આવતો. અમારી ટીમના કેટલાક ખેલાડીઓ તો તેની સાથે ભોજન કરવા સુદ્ધાં પણ તૈયાર નહતા. તે અમારી સાથે ભોજન કરવા બેસે કે પછી અમારા ટેબલ પરથી ભોજન લે તો અમારી ટીમના કેટલાક ખેલાડીઓ નારાજ થઈ જતાં. નોંધપાત્ર છે કે, અનિલ દલપત બાદ દાનિશ કનેરિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનારો માત્ર બીજો હિન્દુ ક્રિકેટર બન્યો હતો.

શોએબે ઘટસ્ફોટ કરી નાખ્યો

ગેમ ઓન હૈ નામના ક્રિકેટ શૉમાં શોએબે આ અંગેનો ઘટસ્ફોટ કર્યો હતો. અખ્તરે કહ્યું કે, કનેરિયા જો અમારી સાથે ભોજન લે કે અમારા ટેબલ પરથી કોઈ વાનગી લે તો પણ અમારો કેપ્ટન નારાજ થઈ જતો. મેં તેને કહ્યું હતુ કે, તું ભલે કેપ્ટન હોય પણ તારુ વર્તન ધિક્કારપાત્ર છે. આ ખેલાડી (કનેરિયા) આપણા માટે વિકેટો ઝડપીને મેચ જીતાડે છે અને તમે તેની સાથે આ પ્રકારનું વર્તન કરો છો ?

કનેરિયાને વિશિષ્ટ પ્રદાન છતાં શ્રેય નહીં

શોએબ અખ્તરે એવો પણ આક્ષેપ મૂક્યો કે, કનેરિયાને તેના ધર્મને કારણે તેની સિદ્ધિઓના પ્રમાણમાં પ્રસિદ્ધિ આપવામાં આવી નહતી. અખ્તરે ઊમેર્યું કે, કનેરિયાએ વિશિષ્ટ પ્રદાન કર્યું હોવા છતાં તેને યોગ્ય પ્રમાણમાં તેનો શ્રેય આપવામાં આવતો નહતો. આ બધુ સંપૂર્ણપણે અયોગ્ય હતું. તેણે અમને ઈંગ્લેન્ડમાં (વર્ષ ૨૦૦૫) ટેસ્ટ શ્રેણીમાં વિજય અપાવ્યો હતો. તેણે ટોપ ઓર્ડરના બેટ્સમેનોની વિકેટો ઝડપી હતી. આમ છતાં તેને જીતનો શ્રેય આપવામાં આવ્યો નહતો.

ધર્મના આધારે ભેદભાવ થાય ત્યારે ઉકળી ઉઠું છું

અખ્તરે ઊમેર્યું કે, જ્યારે કોઈની સાથે ધર્મ કે પ્રાદેશિકતાને આધારે ભેદભાવ થાય ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે. પાકિસ્તાનમાં જન્મેલો હિન્દુ દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે લાયક છે. જ્યારે એક હિન્દુએ (કનેરિયાએ) ઈંગ્લેન્ડ સામે (૨૦૦૫માં) અમને ટેસ્ટ શ્રેણીમાં વિજય અપાવ્યો ત્યારે હું તેની સાથે ભેદભાવ રાખતાં અમારી ટીમના ખેલાડીઓની સાથે આ મામલે ઝઘડયો હતો.

અખ્તર સત્યને બહાર લાવ્યો છે : કનેરિયા

શોએબ અખ્તરે કરેલા ચોંકાવનારા ઘટસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર દાનિશ કનેરિયાએ કહ્યું હતુ કે, તે (અખ્તર) સત્યને બહાર લાવ્યો છે. હું એવા ખેલાડીઓના નામ આપી શકું તેમ છું કે, જેઓ મારી સાથે વાતચીત પણ કરવા ઈચ્છતા નહતા, જેની પાછળ મારો ધર્મ કારણભૂત હતો. અત્યાર સુધી આ અંગે બોલવાની મારી હિંમત થતી ન હતી, પણ હવે હું આ અંગે ખુલાસા કરીશ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana

ગુજરાતભરમાં જામ્યો વરસાદી માહોલ, ભારે વરસાદની આગાહી બાદ સતત બે દિવસથી મેઘરાજા મહેરબાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!