GSTV
Gujarat Government Advertisement

OTT પર સુપ્રીમ કોર્ટની ફટકાર/ ‘ઈન્ટરનેટ અને ઓટીટી પર પ્લેટફોર્મ્સ પર દેખાડાઈ રહી છે પોર્ન ફિલ્મો, સ્ક્રિનિંગ અતિ જરૂરી

Last Updated on March 4, 2021 by Pravin Makwana

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઓટીટી પ્લેટફોર્મ્સની સ્ક્રિનિંગને જરૂરી ગણાવતા કહ્યું કે, આ પ્લેટફોર્મ્સ પર પોર્ન પણ દેખાડવામાં આવી રહ્યું છે. આ પ્રકારના પ્રોગ્રામ માટે સ્ક્રિનિંગની વ્યવસ્થા હોવી જરૂરી છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના રેગ્યુલેશન મુદ્દે ગાઈડલાઈન્સ રજૂ કરવા કહ્યું હતું.

ઈન્ટરનેટ પર હવે આસાનીથી જોવાય છે પોર્નવીડિયો

વેબસીરિઝ તાંડવ વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં અલાહાબાદ હાઈકોર્ટના આદેશ સામે એમેઝોનની ભારતીય હેડ અપર્ણા પુરોહિતે કરેલી અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે,‘ઈન્ટરનેટ અને ઓટીટી પર સિનેમા જોવું હવે સામાન્ય વાત થઈ ગઈ છે. તેની પર પોર્ન પણ દેખાડવામાં આવી રહ્યું છે.’

પૈસા કમાવાનું માધ્યમ

સુનાવણી દરમિયાન સુપ્રીમમાં પુરોહિતના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, અપર્ણા પુરોહિત પર 10 જેટલા કેસ કરવામા આવ્યા છે, તેઓ માત્ર એક કર્મચારી છે ના કે પ્રોડ્યૂસર જે ઓટીટી પ્લેટફોર્મ્સ પર વેબ સીરિઝની સ્ટ્રીમિંગ કરે છે. હાઈકોર્ટે 25 ફેબ્રુઆરીએ પુરોહિતને ધરપકડ મામલે રાહત આપવાની અરજી ફગાવી દીધી હતી. પુરોહિતને રાહત આપવાનો ઈન્કાર કરતા કોર્ટે કહ્યું હતું કે, બહુમતી સમુદાયના પ્રતિષ્ઠિત ચેહરાને ખરાબ રીતે પૈસા કમાવવાનું માધ્યમ બનાવવામાં આવી રહ્યાં છે અને દેશની સહિષ્ણુતાની પરંપરાનો ખોટો લાભ લેવામાં આવી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ

Harshad Patel

મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક

Bansari

મોટી ઘટના/ કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, સપ્લાય બંધ રહેતા 22 લોકોના મોત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!