GSTV
Home » News » ના છતાં ફોડ્યા ફટાકડા, પોલીસે એવું કર્યું કે હવે કોઈ દિવસ દિવાળીએ પણ નહીં ફોડે ફટાકડા

ના છતાં ફોડ્યા ફટાકડા, પોલીસે એવું કર્યું કે હવે કોઈ દિવસ દિવાળીએ પણ નહીં ફોડે ફટાકડા

અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ઉજવણી કરવા માટે ફટાકડા ફોડી રહેલા 6 વ્યક્તિઓની મેરઠ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે મેરઠમાં નૌચંદી અને બ્રહ્મપુરી વિસ્તારમાં ચુકાદો આવ્યા બાદ આતશબાજી કરી રહેલા આ 6 લોકોની ધરપકડ કરી હતી.

આ સિવાય મૂળે મથુરાના અને હાલમાં મેરઠમાં રહેતા લક્ષ્મણ શર્મા નામના યુવકની પણ ધરપકડ કરાઈ હતી.આ યુવક પર ચુકાદા બાદ સોશ્યલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવાનો આરોપ છે.

મેરઠમાં બ્રહ્મપુરી વિસ્તારમાં પોલીસે ચુકાદો આવ્યા બાદ હિન્દુ મહાસભાના કાર્યાલયને સીલ કર્યુ હતુ અને મહાસભાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ અશોક શર્માને નજરકેદ કર્યા હતા. દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા મેરઠના મહેતાબ અને મછેરાન જેવા વિસ્તારમાં ચુકાદો આવ્યા બાદ એક બીજાને મોઢુ મીઠુ કરાવાયુ હતુ.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રની મડાગાંઠમાં વિલંબ માટે એનસીપીએ કોંગ્રેસ માથે ફોડ્યું ઠીકરું, પવારે કર્યો આ ખુલાસો

Mansi Patel

મહારાષ્ટ્રમાં ગઠબંધન : કોંગ્રેસની કોર ગ્રુપની બેઠકમાં નેતાઓ જ ગેરહાજર, બેઠક મોકૂફ

Arohi

ટેરર ફંડિંગ બાબતે થયો મોટો ખુલાસો, પંજાબની આ નર્સના અકાઉન્ટમાં આવતા હતા અઢળક રૂપિયા

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!