GSTV

નરકનો દરવાજો / આ છે વિશ્વનો રહસ્યમી ખાડો, આજદિન સુધી માપી નથી શક્યો કોઈ તેની ઊંડાઈ: જાણો લોકોનું શું કહેવું છે?

Last Updated on July 29, 2021 by Zainul Ansari

આ વિશ્વમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જે ઘણી વખત લોકોને અચંબિત કરી દે છે. આવી જ કેટલીક રહસ્યમય ઘટનાઓ ચેક રિપબ્લિકના હોઉસ્કા કેસલમાં પણ બને છે. કહેવામાં આવે છે કે રહસ્યમય ખાડો છે, જેની ઊંડાઈ આજદિન સુધી કોઇ માપી શક્યો નથી. જેણે પણ તેને માપવાનો પ્રયત્ન કર્યો, તે સીધો નરકમાં જાય છે.

આ હોઉસ્કા કેસલને વર્ષ 1253થી લઇ 1278ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો. આ ઘર બનાવવા પાછળ અહીં રહેતા ગ્રામજનોનો હેતુ એ રહસ્યમય ખાડાને ઢાંકવાનો હતો, જેની ઊંડાઈ અનંત છે. જેના કારણે લોકો તેને ‘નરકનો દરવાજો’ કહે છે.

લોકોની ચીસો સંભળાય છે

સ્થાનિક લોકોનું માનવું હતું કે આ રહસ્યમય ખાડા અંગે કહેવામાં આવે છે કે 13મી સદીમાં એક કેદી સામે શરત રાખવામાં આવી કે તેની સજા માફ કરી દેવામાં આવશે, પરંતુ તેને જોવું પડશે કે આ ખાડો કેટલો ઊંડો છે. શરત સ્વીકાર્યા પછી તેને રસ્સા દ્વારા બાંધી એ ખાડામાં ઉતારવામાં આવ્યો, પરંતુ થોડાક જ સેકન્ડ પછી તેની ચીસો સંભળાઈ. જ્યારે કેદીને બહાર કાઢવામાં આવ્યો તો તે લગભગ વૃદ્ધ થઇ ગયો હતો. તેની ઉંમર સામાન્ય કરતા વધી ગઈ હતી.

હોઉસકા કેસલની અંદર કામ કરતા લોકો હંમેશા દાવો કરે છે કે તેમને ઇમારતના નીચેના માળે અજીબોગરીબ અવાજ સંભળાય છે. ઘણી વખત ત્યા ફરવા આતા લોકોએ પણ ચીસો સાંભળી છે.

આ ઘરના માલિકનો પણ દાવો છે કે તેણે વ્યક્તિગત રીતે ઇમારતની અંદર અસાધારણ ગતિવિધિઓ જોઇ છે. એક વખત તો તે તેના મિત્રો સાથે ઘરની અંદર પાર્ટી કરી રહ્યો હતો, ત્યારે તેના ડિનર ટેબલ પરનો ગ્લાસ અચાનક હવામાં ઉડવા લાગ્યો. આ જોઇ તમામ સ્તબ્ધ રહી હતા અને ત્યાંથી તરત ભાગી ગયા.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!