પહેલી પત્નીના નિધન બાદ લગ્ન માટે શમ્મી કપૂરે બીજી પત્ની સામે મુકી હતી આ મોટી શરત

જ્યારે પણ ‘યાહૂ…ચાહે કોઇ મુજે જંગલી કહે’ સૉન્ગ વાગે તો શમ્મી કપૂરનો ચહેરો નજર સમક્ષ આવી જાય છે. ગજબ એનર્જી અને મસ્તીભર્યા કિરદાર નિભાવનાર શ્મી કપૂરનો જન્મ 21 ઓક્ટોબર 1931માં થયો હચો. આજે તેમની જન્મ જયંતીના અવસરે અમે તમને તેમના જીવનના એક રસપ્રદ કિસ્સા વિશે જણાવીશું.

જણાવી દઇએ કે શમ્મી કપૂર જાણીતી એક્ટ્રેસ ગીતા બાલીને ખૂબ જ ચહતાં હતા અને તેની સાથે જેમણે લવ મેરેજ કર્યા હતા. જો કે શમ્મી કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર અને ગીતાનો પરિવાર તેમના લગ્નની વિરુદ્ધ હતો. આ કારણે તેમણે ચુપચાપ લગ્ન કરી લીધાં હતા.

લગ્ન બાદ શમ્મી ગીતાને પોતાના ઘરે લઇ ગયાં અને પછી તેમના પરિવારજનોએ નારાજગી દૂર કરીને તેમના લગ્નના સહમતિ આપી દીધી. શમ્મી અને ગીતાના બે બાળકો દિત્ય રાજ કપૂર અને દિકરી કંચન છે. લગ્નને હજુ 10 વર્ષ પણ થયાં ન હતાં અને અચાનક ગીતાને શીતળા થઇ ગયાં અને તેનું નિધન થયું.

ગીતના નિધનથી શમ્મીને મોટો આંચકો લાગ્યો. તેમણે પોતાનું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું અને તેની અસર તેમના ફિલ્મી કરિયર પર પડવા લાગી. પરિવારજનોના દબાણના કારણે શમ્મીએ બીજા લગ્ન માટે તૈયાર થવુ પડ્યુ અને તેમણે ભાવનગરની રૉયલ ફેમિલીની નીલા દેવી સાથે લગ્ન કર્યા.

શમ્મીએ નીલા સમક્ષ શરત મુકી હતી કે લગ્ન બાદ તે માતા નહ બને. તેમણે ગીતાના બાળકોનો જ ઉછેર કરવો પડશે. નીલા દેવીએ આ શરત માની લીધી. તેમણે આજીવન પોતાના બાળકોની જેમ જ ગીતાના બાળકોને ઉછેર્યા અને તેમને માતાનો પ્રેમ આપ્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter