GSTV

કોરોના સામે જંગ : શું ખરેખર એકવાર કોરોનાથી સંક્રમિત થનારને ફરી લાગી શકે ચેપ?, થયો છે એવો ખુલાસો કે તમારો ડર નીકળી જશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાત સપ્ટેમ્બરે રીઇન્ફેક્શન અંગે પ્રેસનોટ બહાર પાડીને ચાર કેસ પુનઃચેપના ઓળખી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો. પુનઃ ચેપ લાગેલા આ ચાર દર્દીઓએ 40 ટકા એન્ટિબોડીઝ ગુમાવી દીધા હોવાનું જણાવાયું હતું અને આ કેસમાં બ્લડ અને નેસોફેરિંજલ નમૂનાઓ જીનોમ સિકવન્સીઝ અને વાયરસ જીનેટિક્સના વધુ એનાલિસિસ માટે ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર ગાંધીનગર ખાતે મોકલી અપાયા હોવાનું કોર્પોરેશને જણાવ્યું હતું. પરંતુ ગુજરાત બાયોટેકનોલોજી સેન્ટરે આ કેસની જીનોમ સિકવન્સનો અભ્યાસ કરવા જે તે પેશન્ટના પ્રથમ વખત ટેસ્ટ કરેલા જૂના સેમ્પલ માગ્યા હતાં તેનો નિકાલ થઇ ગયો હોઇ તે આપવા શક્ય ન હતાં.

રાજકોટ

પરંતુ આ દાવાથી તદ્દન વિપરીત વાત ગુજરાતની સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટર્સ કહી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડટન્ટ ડો. જે.પી મોદીના જણાવ્યા પ્રમાણે રિઇન્ફેક્શનના વિશ્વમાં ત્રણ જ કેસ થયા છે. કોરોનાનું સંક્રમણ ફરીથી થવાની શક્યતા નથી. અને રિઇન્ફેક્શન શોધતી વખતે દર્દીના બેંન વખતના ટેસ્ટ, એન્ટી બોડીની વિગતો વધુ ધ્યાનમાં લેવું પડે. આઇસીએમઆરના પ્રમુખે પણ કહ્યું છે કે રિઇન્ફેક્શનની શક્યતા નહીંવત છે. 60 દિવસ ફરી કોઇ કેસ ફરી આવે તો રિઇન્ફેક્શન કહી શકાય. 60 દિવસ પછી જે જોવા મળે તેને રિઇન્ફેક્શન કહેવું કે રિકરન્સ કહેવું તે મોટો સવાલ છે. તેના માટે આપડે વાયરસ કલ્ચર કરી અને તેની સ્ટ્રેન ક્યા પ્રકારની છે તે જાણવું પડે. અત્યાર સુધી ત્રણે ક દેશોમાં આ પ્રકારના રિપોર્ટ થયા છે.

20 પ્રકારના અલગ અલગ વાયરસ સ્ટ્રેન આવે છે

આયર્લેન્ડમાં જે સંશોધન થયું તેમાં સંપૂર્ણ અભ્યાસ કરીને રિઇન્ફેક્શન બતાવ્યું હતું. એ રીતે આપડે ત્યાં વાયરસ કલ્ચર કરી તેના સ્ટ્રેનનો પ્રકાર, જીનોમ સિકવન્સ વગેરેનો અભ્યાસ કરાય પછી જ રિઇન્ફેક્શન કહી શકાય. કારણ કે રિઇન્ફેક્શન અને રિકરન્સ આ બંને શબ્દો એવા છે કે, સરખો જ સ્ટ્રેન હોય તો તેને રિકરન્સ કહેવાય, કારણ કે સરખો સ્ટ્રેન છે કે, બીજો સ્ટ્રેન આવે છે તે જોવું પડે. કારણ કે આમાં 20 પ્રકારની અલગ અલગ વાયરસ સ્ટ્રેન આવે છે. અમુકમાં માઇલ્ડ ઇન્ટેન્સિટી હોય અમુકમાં મોડરેટ અને અમુકમાં સિવિયર ઇન્ટેન્સિટી હોય છે. એ પ્રકારની સ્ટ્રેન પરથી આપડે નક્કી કરી શકીએ. અમદાવાદના છ કેસમાં આ રીતે રીસર્ચ કર્યા પછી જાહેર કરી શકીએ.

રી ઇન્ફેક્શનમાં બન્ને અલગ કે સરખી સ્ટ્રેન આવી શકે

અમદાવાદમાં એએમસીએ જાહેર કરેલા રીઇન્ફેક્શનના કેસ સંદર્ભે. સિવિલના ટી બી હોસ્પિટલના ડીન ડો. રાજેશ સોલંકીએ જણાવ્યું કે, અગાઉના સેમ્પલમાં આપડે આરટીપીસીઆર કર્યું છે. ખરેખર એનું કલ્ચર કરીને ક્યા પ્રકારની સ્ટ્રેન છે તે જાણવું પડે. ત્યારબાદ 60 દિવસ પછી દર્દી ફરી સંક્રમિત થાય તો ક્યા પ્રકારની સ્ટ્રેન છે તે જોવું પડે. રી ઇન્ફેક્શનમાં બન્ને અલગ કે સરખી સ્ટ્રેન આવી શકે. જ્યારે રીકરન્સમાં તો ચોક્કસ સરખી જ સ્ટ્રેન હોય છે અને તે આપડે સાબિત કરવું પડે. સામાન્ય રીતે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે ત્રણ મહીના સુધી એન્ટી બોડી ટાઇટલ હોય છે.

કોરોના

હોંગકોંગમાં માઇલ્ડ રિઇન્ફેક્શનનો કેસ મળ્યો

બી. જે મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણય શાહે જણાવ્યું કે, હોંગકોંગમાં માઇલ્ડ રિઇન્ફેક્શનનો કેસ મળ્યો હતો. અમદાવાદમાં ત્રણ જીસીએસના ડોક્ટરો એક વી એસના ડોક્ટરનો કેસ હતો. એમના કેસના ફરીવાર જીનોમ સિકવન્સ કરવા મગાવવામાં આવ્યા હતાં. જ્યારે આ સેમ્પલની વાત થઇ ત્યારે પ્રોબ્લેમ એ થયો કે એ સેમ્પલ ડિસ્ટ્રોય કરી દેવાયા હતાં. એ સેમ્પલ મે માસમાં આવ્યા હતાં. અત્યારે સપ્ટેમ્બર આવી ગયો છે એટલે આટલા જૂના સેમ્પલ મળવા શક્ય ન હતાં કારણ કે આ સેમ્પલ માઇનસ 18 ડીગ્રી ટેમ્પરેચરમાં રાખવા પડે છે. અત્યાર સુધીમાં બી.જે મેડિકલ કોલેજમાં એક લાખ ટેસ્ટ થયા છે એટલે આટલા મહીના પછી તે સચવાયા નથી. ઇસીએમઆરની નવી ગાઇડલાઇન પ્રમાણે નેગેટીવ રિઝલ્ટવાળા સેમ્પલ ત્રણ દિવસ અને પોઝિટિવ રીઝલ્ટવાળા ચાલીસથી પચાસ સેમ્પલ પ્રિઝર્વ કરાય છે. એટલે આ પેશન્ટના ટેસ્ટના જૂના ડેટા છે પણ સેમ્પલ નથી. આ સંજોગોમાં જીનોમ સિકવન્સનો અભ્યાસ જ થઇ શકે એમ નથી તેથી તેને પુનઃસંક્રમિત થયા છે એવું કહી શકાય નહીં.

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!