GSTV
ANDAR NI VAT

કેટલીક સરકારો જાણીજોઈને સરકારી શાળાઓ અને હૉસ્પિટલોને બરબાદ કરે છે

કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે કંઈ નિવેદન આપતા હોય તેની પાછળ તેમના રાજકીય ઈરાદા હોઈ શકે છે, પરંતુ તેમની વાત બિલકુલ તથ્યવાળી હોય છે. દમદાર અને મજબૂત હોય છે. સરકારો દ્વારા અપાતી નિઃશૂલ્ક સેવાઓને ફ્રી રેવડી કહેવાનું વડા પ્રધાન મોદીને મોંઘું પડી રહ્યું છે. કેજરીવાલ આ મુદ્દે તેમના પર બરાબર વાર કરી રહ્યા છે. આ રેવડી ભાજપને પચશે નહીં તેવું ક્લિઅર કટ દેખાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટી

કેજરીવાલે કહ્યું કે મહેરબાની કરીને શિક્ષણને ફ્રી રેવડી કહેવાનું બંધ કરો. હું જીવું છું ત્યાં સુધીમાં ભારતને દુનિયાનો નંબર વન દેશ જોવા માગું છું. હું ઇચ્છું છું કે દેશનો દરેક ગરીબ અમીર બને અને તે મફત શિક્ષણ થકી જ સંભવ બનશે. જે દિલ્હીમાં સંભવ બન્યું છે તે દેશમાં પણ બની શકે છે. કેન્દ્ર સરકાર અમારી સેવાઓનો લાભ લઈ શકે છે. હૉસ્પિટલોમાં પણ નિઃશૂલ્ક ઇલાજ થઈ શકે છે. બ્રિટનમાં આ કામ થઈ જ રહ્યું છે. તો ભારતમાં પણ થઈ શકે છે. કેટલીક સરકારો સરકારી શાળાઓ અને સરકારી હૉસ્પિટલોનો જાણી જોઈને કબાડો કરી રહી છે. જેથી પ્રાઇવેટ શાળાઓ અને પ્રાઇવેટ હૉસ્પિટલો ધમધોકાર ચાલે. આવું ન કરવું જોઈએ.

રાજનીતિ તો રાજનીતિ પણ કેજરીવાલની વાત તો સો ટકા મુદ્દાની છે.

Related posts

આરજેડી સત્તામાં આવતા લાલુની તબિયત સુધરીઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા માટે દોડાદોડી શરૂ કરી

Damini Patel

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેઃ સંગઠન ચૂંટણી પ્રમુખને હૉસ્પિટલ ખસેડાયા

HARSHAD PATEL

મોહન ભાગવતે સેક્યુલરિઝમના માર્ગે ચાલવાનું શરૂ કરતા ચોતરફ પ્રશંસા

Damini Patel
GSTV