GSTV

‘ચેન્નાઈ સુપર કિંગ્સમાં કેટલાક ખેલાડી સરકારી નોકરી સમજીને રમી રહ્યા છે’ જાણો કોના પર ભડક્યો સેહવાગ

ચેન્નાઈ

Last Updated on October 10, 2020 by Bansari

આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી સફળ ટીમ પૈકીની એક રહી છે. આ ટીમે ત્રણ વાર તો ટાઇટલ પણ જીત્યા છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ આક્રમક ઓપનર વીરેન્દ્ર સેહવાગ મેદાન પર જે રીતે ફટકાબાજી માટે જાણીતો હતો તેવી જ રીતે મેદાન બહાર પણ આક્રમક બેટિંગ કરતો રહે છે. ચેન્નાઈ પાસે ધોની જેવો સર્વશ્રેષ્ઠ કેપ્ટન છે તેમ છતાં ટીમને આકરી ટીકાનો સામનો કરવો પડતો હોય છે. આ સિઝનમાં તો ચેન્નાઈએ છ મેચમાંથી માત્ર બે જ મેચ જીતી છે.

આ કારણે ભડક્યો સેહવાગ

આ સંજોગોમાં ચેન્નાઈની ભારે ટીકા થઈ રહી છે. વીરેન્દ્ર સેહવાગ તેની વિવાદાસ્પદ કમેન્ટ અને આખાબોલા સ્વભાવ માટે જાણીતો છે. તેણે જણાવ્યું હતું કે ચેન્નાઈની ટીમમા કેટલાક ખેલાડી સરકારી નોકરી સમજીને રમી રહ્યા છે.

ચેન્નાઈન તાજેતરની મેચ બાદ સેહવાગે જણાવ્યું હતું કે મેચ જીતી શકાય તેમ હતી પરંતુ કેદાર જાધવ અને રવીન્દ્ર જાડેજાએ વધારે પડતા ડોટ બોલ રમ્યા હતા. ચેન્નાઈના કેટલાક ખેલાડી એમ માને છે કે તેઓ સરકારી નોકરી કરે છે. તમે પ્રદર્શન કરો કે ના કરો પણ તમને પગાર મળતો રહેશે.

ચેન્નાઈની ટીમ છેલ્લે મેચ જીતી રહી હતી. કોલકાતા સામ તેઓ ટારગેટ સુધી પહોંચી શકે તેમ હતા પરંતુ કેદાર જાધવ અને જાડેજાએ ધીમી રમત દાખવી હતી. ખુદ ધોનીએ કબૂલ્યું હતું કે અંતિમ ઓવરને બાદ કરતાં છેલ્લી કેટલીક ઓવરોમાં એકેય બાઉન્ડ્રી નહીં ફટકારી શકવાને કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Read Also

Related posts

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!