GSTV
India News Trending

કર્ણાટક : જેડીએસને મલાઇદાર ખાતા મળતા કોંગ્રેસ નારાજ

કર્ણાટકમાં વિભોગોની ફાળવણીને લઈને કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ થયા છે. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે, જેડીએસને મલાઈદાર ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર ખાતાઓની ફાળવણીના કારણે નારાજ થયા છે.

ચાર દિવસની અટકળ બાદ કોંગ્રેસને 22 ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. જેમા ગૃહ, ઈન્ડસ્ટ્રી અને પીડબ્લયુડી જેવા ખાતા કોંગ્રેસને મળ્યા છે. તેની સામે જેડીએસને નાણા મંત્રાલય સહિતના મહત્વના ખાતાઓ મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાતાઓની ફાળવણીથી નારાજ થયેલા ડી.કે. શિવકુમાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની મળેલી બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જોકે, કોને કયું ખાતું આપવુ તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ખાતાઓની ફાળવણીની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યુ કે,  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તક્ષેપ બાદ જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, બુધવારે વિવિધ ખાતાઓની ફાળવણી સાથે તમામ મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. કુમારસ્વામીએ શુક્રવારે રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી હતી અને શપથ ગ્રહણ માટે સમય માગ્યો હતો.

 

Related posts

ફિફા વર્લ્ડકપ 2022 / દિગ્ગજ ફૂટબોલર મેસ્સીની મેચ પહેલા સ્ટેડિયમ પાસે લાગી આગ, અફરા-તફરીનો સર્જાયો માહોલ

Hardik Hingu

કેજરીવાલની સરકારે ઈમામોને અપાતા પગાર સામે RTI કરાઈ હતી દાખલ, માહિતી આયોગે પસાર કર્યો આદેશ

Hardik Hingu

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk
GSTV