GSTV
Cricket Sports Trending

ગંભીરના સાથીએ મચાવ્યો તરખાટ, 13 બોલમાં ફટકાર્યા 64 રન : ICCએ ખતમ કરી નાંખ્યુ કરિયર

રન

લિજેન્ડ્સ લીગ ક્રિકેટે માત્ર વિશ્વ ક્રિકેટના ભૂતપૂર્વ દિગ્ગજોને તેમના ફેન્સનું મનોરંજન કરવાની તક આપી નથી, પરંતુ ઘણા એવા ખેલાડીઓને પણ તક આપી છે, જેમની કરિયર વિવિધ કારણોસર શરૂ થઈ નથી. આવા જ એક ક્રિકેટર છે સોલોમન મીર, જેમણે ઈન્ડિયા કેપિટલ્સ માટે શાનદાર બેટિંગ કરી અને ટીમને જીત અપાવી.

રન

બુધવારે 21 સપ્ટેમ્બરના રોજ લખનૌમાં ઇન્ડિયા કેપિટલ્સે ભીલવાડા કિંગ્સને 78 રનથી હરાવ્યું હતું. બે મેચમાં ઈન્ડિયા કેપિટલ્સનો આ પ્રથમ વિજય છે અને 33 વર્ષીય બેટ્સમેન સોલોમન મીર આ જીતનો સ્ટાર સાબિત થયો છે. ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટે 198 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન સોલોમન મીરે ટીમ માટે શાનદાર ઇનિંગ રમી અને માત્ર 38 બોલમાં 82 રન બનાવ્યા.

રન

સોલોમન મીરે પોતાની ઇનિંગ્સમાં 215.78ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે સોલોમને પોતાની ઇનિંગમાં માત્ર 13 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 64 રન લૂંટ્યા હતા. સોલોમન મીર ત્રણ વર્ષ પહેલા 30 વર્ષની વયે નિવૃત્ત થઈ ગયો હતો અને તેનું કારણ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નો નિર્ણય હતો. 2019 માં, ઝિમ્બાબ્વે ક્રિકેટને રાજકીય હસ્તક્ષેપને કારણે ICC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના કારણે તે ICCની કોઈપણ ઇવેન્ટમાં ભાગ લઈ શક્યું ન હતું. જેના કારણે મીર રિટાયર થઈ ગયો હતો.

સોલોમન મીરે 2014માં ઝિમ્બાબ્વે માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. તે તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. મીરે પોતાની 47 વનડેમાં 1 સદી અને 3 અડધી સદીની મદદથી 955 રન બનાવ્યા હતા. તેણે 2 ટેસ્ટમાં 78 રન અને 9 ટી20 મેચમાં 253 રન બનાવ્યા હતા.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV