GSTV

લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોતા કલેકટરે ચાલતી પકડી, વડાપ્રધાનના હસ્તે કરાયું હતું આ પ્લાન્ટનું ઉદ્ઘાટન

જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન વડાપ્રધાન મોદીએ 2 વર્ષ પહેલાં કર્યું તેની પારાવાર સમસ્યાઓની રજૂઆતોને સાંભળવા કલેકટરે સુનાવણી રાખીને પોતે જ જતા રહ્યા.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટને લઇને ભારે તકલીફો
ખરડપાડા ગામના લોકો ત્રાહિમામ
વડાપ્રધાનના હસ્તે કરાયું હતું ઉદ્ઘાટન
ગામલોકોના ગંભીર આક્ષેપ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સેલવાસ મ્યુનિસિપલના ઘન કચરાનું વ્યવસ્થાપન કરવા ખરડપાડા ગામે સોલીડવેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાયો છે. આ પ્લાન્ટનું 2 વર્ષ પહેલાં વડાપ્રધાને ઉદઘાટન કર્યું. જે બાદ હવે 2 વર્ષે સંઘપ્રદેશના અને ગુજરાતના સરહદી ગામોને પડતી સમસ્યા અંગે લોકસુનાવણી યોજાઈ. જેમાં ગામલોકોએ અનેક સમસ્યાઓ રજૂ કરી ડમ્પીંગ સાઈટને ગામમાંથી અન્યત્ર ખસેડવા રજુઆત કરી વિરોધ નોંધાવ્યો. જે અંતર્ગત 24 સપ્ટેમ્બરે ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં પોલ્યુશન કન્ટ્રોલ કમિટી, પ્લાન્ટનું હેન્ડલિંગ કરનાર મેસર્સ રુર્બન ક્લીનટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારીઓએ આસપાસના ગામલોકો સાથે લોકસુનાવણી યોજી. જો કે લોક સુનાવણીમાં લોકોનો વિરોધ જોતા કલેકટરે 20 મિનિટ માટે હાજરી પુરાવી ગામની જે પણ સમસ્યા હશે તે નિવારવામાં આવશે અને કાનૂની કાર્યવાહી કરીશું જેવી વાતો કરી સુનાવણીનો હવાલો RDCને સોંપી રવાના થઇ ગયા હતા.

સોલીડ વેસ્ટ પ્લાન્ટથી અહીં પાણીના તળ ખરાબ થવાની, દુર્ગંધ.. માખી મચ્છરનો ઉપદ્રવ સહિતની અનેક સમસ્યાઓ છે..
ત્યારે હાલ તો ગામ લોકોને નિરાકરણની ખાતરી અપાઇ છે. આ પ્લાન્ટની 8 જેટલી NOC અંગે કોઈ જ ખુલાસો નથી કરાયો. ત્યારે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ ડમ્પીંગ સાઇટ પ્રશાસને તાનાશાહીના ધોરણે ઉભી કરી છે.ત્યારે હવે આ ડંપીગ સાઇટને લઇને શું કાર્યવાહી હાથ ધરાઇ છે તે આગામી સમયમાં જ ખ્યાલ આવશે

READ ALSO

Related posts

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!