GSTV
Home » News » હાડ થીજાવતી ઠંડીમાં દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનો પાસે નથી સારી વર્દી

હાડ થીજાવતી ઠંડીમાં દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનો પાસે નથી સારી વર્દી

પહેલા પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક અને ત્યારબાદ કલમ 370 નાબૂદ કર્યા પછી ભારત-પાક.સરહદે તણાવભરી સ્થિતી છે. બીજી તરફ ચીન પોતાનાં પીઠ્ઠુ પાકિસ્તાન સાથે મળીને ભારતને શક્ય તમામ પ્રકારની નુકસાની પહોંચાડી રહ્યો છે. ત્યારે સિયાચીનમાં ફરજરત ભારતીય સૈન્યનાં જવાનો પાસે સારી ગુણવત્તાનો યુનિફોર્મ(વર્દી) નહિં મળવાની વાત સામે આવી છે. આ વાત પરથી આપણી નિષ્ફળતા સામે આવી છે, તેમજ રક્ષા મામલે આપણી તૈયારીઓની પોલ ખુલી પડી છે.

કોર્ટ પહોંચ્યો સમગ્ર મામલો

જવાનોને ઉચ્ચ તકનિકી વર્દી નહિં બનવાનો આ મામલો હાઇકોર્ટનાં દરવાજે પહોંચ્યો છે. હાઇકોર્ટે આ મામલે દાખલ થયેલી જાહેરહિતની અરજી પર કેન્દ્ર સરકાર, રક્ષા મંત્રાલય સહિતનાં તમામ સંબંધિતોને ચાર અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.  ગઇકાલે મુખ્ય ન્યાયધીશ રમેશ રંગનાથન અને જસ્ટીસ આલોક કુમાર વર્માની બેન્ચ સમક્ષ હરિદ્વાર નિવાસી રાજેન્દ્ર મોહન ડબરાલની જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી.

યુનિફોર્મમાં શું ખામીઓ છે?

અરજીમાં જણાંવ્યા પ્રમાણે, સિયાચીનમાં તૈનાત ભારતીય જવાનોને વર્ષ 2010ની તકનિકમાંથી બનાવેલી વર્દી આપવામાં આવી રહી છે. જેમાં તમામ પ્રકારની ખામીઓ છે. આ વર્દી પહેર્યા બાદ અંદરનાં ભાગે જવાનોનું શરીરી ઠંડું પડી જાય છે.  જ્યારે સિયાચીનમાં શરીરને ગરમ રાખવાની મુખ્ય જરૂરિયાત છે.

સિયાચીનમાં -30 ડિગ્રી તાપમાનમાં તૈનાત છે જવાનો

સરહદની રક્ષા કરતા ભારતીય જવાનો -30 ડિગ્રી તાપમાનમાં ફરજરત છે. વર્તમાનમાં રક્ષા મંત્રાલય અહિં તૈનાત જવાનોને ઠંડીથી રક્ષણ આપવા માટે સ્નોસૂટ ખરીદી રહી છે. શ્રીલંકાની કંપની પાસેથી જૂન,2019માં ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે તે પહેલા મંત્રાલયે જવાનોને 2017ની ટેકનિકમાંથી બનાવેલી વર્દી આપવાની બાંહેધરી આપી હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!