GSTV

સૈનિકો જીવની પરવા કર્યા વગર યુધ્ધ માટે તૈયાર રહે, જિનપિંગે આડકતરી રીતે યુદ્ધની આપી ધમકી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફરી એક વખત ભારત સાથે યુધ્ધ કરવાની આડકતરી રીતે ધમકી આપી છે. જિનપિંગે ચીની સેનાના કમાન્ડરોની બેઠકમાં કહ્યું હતું કે, મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર યુધ્ધ જેવી સ્થિતિની તાલીમ વધારે મજબૂત કરવામાં આવે. આ પહેલાં તેમણે અમેરિકા, ભારત સાથેના તનાવ વચ્ચે સેનાને યુધ્ધ માટે તૈયાર રહેવા કહ્યું હતું. ગયા મહિને પણ જિનપિંગે નૌસેનાને સંબોધન કરતા કહ્યું હતું કે, જંગ જીતવા માટે દિમાગ અને એનર્જીને હાઈ લેવલ પર રાખવી જરુરી છે.

પાર્ટીનો ઉદ્દેશ ચીની સેનાને વિશ્વસ્તરીય સેના બનાવવાનો

જોકે હવે ફરી એક વખત જિનપિંગે કહ્યું છે કે, પાર્ટીનો ઉદ્દેશ ચીની સેનાને વિશ્વસ્તરીય સેના બનાવવાનો છે. સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર યુધ્ધ માટે તૈયાર રહે. ચીન માટે આવી ધમકીઓ આપવી નવું નથી. ચીને ભારત સાથે મનોવૈજ્ઞાનિક યુધ્ધ છેડી રાખ્યું હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.

ચીને અમેરિકાના એર બેઝ પર ડમી હુમલાનો એક વિડિયો પણ રિલિઝ કર્યો

જેમ કે ચીનનું મીડિયા અવારનવાર ચીનના સૈન્ય અભ્યાસના વિડિયો વાયરલ કરતું રહે છે. જેમાં રોકેટ અને મિસાઈલ લોન્ચ કરવાના દ્રશ્યો હોય છે. તાજેતરમાં ચીને અમેરિકાના એર બેઝ પર ડમી હુમલાનો એક વિડિયો પણ રિલિઝ કર્યો હતો. 67 વર્ષીય જીનપિંગ ચીનની સત્તાની સાથે 20 લાખનું સૈન્યબળ ધરાવતી ચીની સેનાની ત્રણે પાંખના પણ વડા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!