GSTV

જમીનનો થયો કરોડોમાં સોદો: મંત્રી તો ના બન્યા પણ 100 કરોડથી વધુના બન્યા આસામી,

land

Last Updated on September 17, 2021 by pratik shah

ગુજરાતના રાજકારણમાં બહુ મોટા ટ્વિસ્ટ આવી ગયા છે. જેમાં છેલ્લા એક અઠવાડીયામાં રાજ્યના રાજકારણના એવા ભૂંકપ આવ્યા છે કે તેના આફ્ટર શોકની અસર હજુ વર્તાઈ રહી છે. અચાનક રૂપાણી સરકારની વિદાય સાથે નવી રાજ્ય સરકારની રચના અને નો રિપીટ થિયરીમાં ઘણા નેતાઓને પડતા મૂકાયા છે, ત્યારે આ વચ્ચે એક મહત્વના અહેવાલ મળ્યા છે કે એક પૂર્વ કેબિનેટ મંત્રીએ અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર આવેલી નામંકિત ક્લબની પાસે પોતાની જમીનનો સોદો કરીને સો કરોડથી વધુ રકમમાં વેચાણ કરી દીધી છે.

જમીન માર્કેટના ભાવ કરતા પણ થઈ મોટી ડીલ


સૂત્રોના જણાવ્યા મુજબ નેતાની માલિકીનો પ્લોટ અંદાજીત 5 હજારથી વધુ સ્કેવર યાર્ડનો છે. આ પ્લોટ એ સૌથી પોશ વિસ્તાર એવા રાજપથ ક્લબની પાછળના રસ્તાની બાજુ આવેલો છે, હાલમાં આ સોદો તાજેતરમાં થયો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મોંઘા ભાવે આ ડીલ માર્કેટના રેટ કરતા પણ બહું ઉંચા ભાવે થઈ છે. બીજી તરફ રાજપથ ક્લબની આસપાસના વિસ્તારમાં હાલ મોટા ભાવો પણ ચાલી રહ્યા છે.

પૂર્વ મંત્રી હવે અમદાવાદના છેવાડા વિસ્તારોમાં જમીન ખરીદવાની તપાસ અને શોધખોળ કરી રહ્યા છે

બીજી તરફ પૂર્વ મંત્રી હવે અમદાવાદના છેવાડા વિસ્તારોમાં જમીન ખરીદવાની તપાસ અને શોધખોળ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં હાલ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. વૈષ્ણવદેવીથી લઈને અડાલજ સુધી, ચાંદખેડાથી લઈને મોટેરાથી આગળના વિસ્તારોમાં બીજી તરફ પાટનગરના આસપાસના વિસ્તારોમાં પણ બહોળા પ્રમાણમાં ડેવલોપમેન્ટના કારણે જમીનના ભાવો આસમાને પહોંચી રહ્યા છે.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!